રાજકીય પક્ષ સાથે જોડાવા બાબતે જાણો ખોડલધામના ચેરમેન નરેશ પટેલે શું કહ્યું

PC: youtube.com

ખોડલધામના ચેરમેન નરેશ અને પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરવામાં આવશે. પાટીદાર અનામત આંદોલનના પડતર પ્રશ્નોના નિરાકરણને લઇને આ બેઠક કરવામાં આવશે.

નરેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પાટીદાર આંદોલનના જે પ્રશ્નો બાકી રહી ગયા છે તે પ્રશ્નોને લઇ સરકારે બધી સંસ્થાઓના વિશ્વાસમાં લઇને પૂરા કરવાની વાત કરી હતી. આ ઝડપથી પૂરા થાય એટલે મળવા જવાના છીએ. અમારા મુદ્દાઓ ફક્તને ફક્ત કેસો પરત ખેંચવાનો છે અને બીજો મુદ્દો જે યુવકો આંદોલનમાં શહીદ થાય છે તેમના પરિવારના સભ્યોને સહાય શું મળે અને તેમના પરિવારના સભ્યોને નોકરી કઈ રીતે મળે તે બાબતેના છે.

રાજકરણમાં એક્ટીવ થવા બાબતે નરેશ પટેલે જણાવ્યું હતું કે, હજુ ચૂંટણીને 1 વર્ષની વાર છે. જયારે મારો વિચાર થશે ત્યારે હું પ્રેસ કોન્ફરન્સ લઇશ. અત્યારે કઈ પણ કહેવું જલ્દી છે. પ્રભુની કૃપા કહેવાય કે બંને પક્ષો મારી સાથે આટલી લાગણી સાથે રહે છે.

તેમને એમ પણ જણાવ્યું હતું કે, સારી વાત છે કે મુખ્યમંત્રી પાટીદાર સમાજના છે એટલે હું હાઈકમાન્ડનો પણ આભાર માનું છું. તેમને એમ પણ જણાવ્યું હતું કે, 21-01-2022ના રોજ પંચવર્ષીય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એટલા માટે સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં અમારી 15 વર્ષથી ચાલતી કોર ટીમના સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા નક્કી થઇ હતી. આ માર્યાદિત લેઉવા પટેલ સમાજનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં કોઈ પણ VIP મૂવમેન્ટ નહીં થાય આ ફક્ત લેઉવા પટેલ સમાજનો કાર્યક્રમ છે.

તેમને એમ પણ જણાવ્યું હતું કે, મેં સૌરાષ્ટ્રનો પ્રવાસ પૂર્ણ કર્યો છે. હવે ગુજરાતનો પ્રવાસ શરૂ કરી રહ્યો છું. આ પ્રવાસ 15 દિવસમાં પૂર્ણ થશે. ગુજરાતના 33 જિલ્લામાંથી 20 જિલ્લામાં લેઉવા પટેલ સમાજની વસ્તી છે. એટલે આટલા જિલ્લામાં જવું મારા મારા આવશ્યક છે.

તેમને એમ પણ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની સાથેની બેઠકમાં અમે આંદોલન સમયે પાટીદાર સમાજના દીકરા-દીકરી પર થયેલા કેસને પરત ખેંચવાની બાબત અને શહીદ થયેલા યુવકોને પરિવારના સભ્યોને નોકરી આપવાની વાત છે તે બાબતે અમે ફરીથી ભલામણ કરવા માટે જઈ રહ્યા છીએ. પાટીલ સાહેબ મારા ઘરે આવ્યા ત્યારે માત્ર આંદોલનકારીની ચર્ચા થઇ હતી બાકી ચા પીને સાલ મુબારક થયું હતું.

નરેશ પટેલે જણાવ્યું હતુ કે, ચૂંટણીમાં મારું કોઈ સ્ટેન્ડ હોતું જ નથી. બેલેન્સ કરીને ખોડલધામ ચાલતું હોય છે. હવે જ્યારે-જ્યારે ખોડલધામની વાત આવશે ત્યારે ખોડલધામ દરેક સમાજ અને પક્ષને સાથે રાખીને ગુજરાતનું હિત થાય તે પ્રકારે આગળ વધશે. આજની બેઠકમાં નક્કી કર્યું છે કે 21-1-2022નો કાર્યક્રમ ફક્ત લેઉવા પટેલ સમાજ માટે માર્યાદિત રાખવામાં આવ્યો છે.

કોરોના બાબતે તેમને જણાવ્યું હતું કે, જો કેસ વધશે અને સરકારનું નિયંત્રણ આવશે તો કાર્યક્રમ રદ્દ પણ કરવો પડે આ પ્રભુની ઈચ્છાની વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp