ભાજપમાં વધ્યું કોરોનાનું સંક્રમણ, જાણો ક્યા-ક્યા મંત્રી-ધારાસભ્યો સંક્રમિત થયા

PC: youtube.com

કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણ રોકેટગતિથી આગળ વધી રહ્યું છે. હાલ રાજ્યમાં 10 હજાર કરતા પણ વધારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. સામાન્ય વ્યક્તિથી લઇને સરકારી કર્મચારીઓમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે કોરોનાના કેસ વધતા હોવા છતાં પણ અલગ-અલગ જગ્યા પર કાર્યક્રમ કરનારા અને કાર્યક્રમમાં હાજરી આપનારા ભાજપના નેતા, મંત્રી અને ધારાસભ્યો કોરોના સંક્રમિત થઇ રહ્યા છે.

રાજ્ય સરકારના પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા કોરોના સંક્રમિત થાય છે. તેનમે આ બાબતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને માહિતી આપી છે. તેમને પોસ્ટમાં જણાવ્યું છે કે. મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા મેં કોરોના ટેસ્ટ કરાવ્યો. અને મારો રિપોર્ટ પોઝિટિવ  આવ્યો છે. ડૉક્ટર દ્વારા મને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. મારી તબિયત સારી છે.

છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલા તમામ મિત્રો, શુભેચ્છકોએ સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું. મારો ફોન હમણાં બંધ રહેશે. કામકાજ માટે ઓફિસ સ્ટાફનો સંપર્ક કરવો.

તો બીજી તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કોરોના સંક્રમિત થયા છે. તેમને હોમ આઈસોલેટ કરીને સારવાર આપવામાં આવી રહી છે.

મહત્ત્વની વાત છે કે, હર્ષ સંઘવી બીજી વખત કોરોના સંક્રમિત થયા છે. હર્ષ સંઘવી પહેલા મંત્રી જીતુ ચૌધરી કોરોના સંક્રમિત થયા હતા. ભાજપના પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયાનો કોરોનાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

આ ઉપરાંત વડોદરાના માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલ, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, ભાજપ પ્રદેશ મંત્રી શીતલ સોની, નવસારીના ધારાસભ્ય પીયુષ દેસાઈ, અમદાવાદના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ કોરોના સંક્રમિત થયા છે. 

તો સાથે જ વડોદરાના ડભોઇએ ભાજપના ધારાસભ્ય શૈલેશ મહેતા, સુરતના ચૌર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલ, ભાજપના ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરષોત્તમ સબરીયા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના નેતા વજુભાઈ વાળા પણ કોરોના સંક્રમિત થયા છે.

વજુભાઈ વાળાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ તેમના ઘરે જ સારવાર લઇ રહ્યા છે.

મહત્ત્વની વાત છે કે, માત્ર રાજકોટની જ વાત કરવામાં આવે રાજકોટના ભાજપના 5 નેતાઓ કોરોના સંક્રમિત થયા છે.

મહત્ત્વની વાત છે કે. હાલ રાજ્યમાં જે પણ કેસ સામે આવી રહ્યા છે તેમાંથી મોટાભાગના દર્દીઓ ઘરે જ સારવાર લઇને સ્વસ્થ થઇ રહ્યા છે. તેથી સરકાર માટે આ એક મોટી રાહત છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp