26th January selfie contest

ભાજપની યુવા મોર્ચાની સોશિયલ મીડિયા હેડ સામે FIR

PC: facebook.com

સમાજવાદી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નરેશ પટેલે લખનૌ હજરતગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે, જેમાં તેમણે ઉત્તર પ્રદેશ ભાજપ યુવા મોર્ચાની સોશિયલ મીડિયા હેડ ડો. રિચા રાજપૂત સામે સમાજવાદી પાર્ટીના નેતા અને અખિલેશ યાદવના પત્ની ડિંપલ યાદવના ટ્વીટર એકાઉન્ટ પર અભદ્ર્ ટીપ્પણીનો આરોપ લગાવ્યો છે. પોલીસે ફરિયાદને આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના ટ્વીટર હેન્ડલના સંચાલક મનીષ અગ્રવાલની ધરપકડ પછી સપાના કાર્યકરો રસ્તા પર ઉતરેલા છે. આ વચ્ચે સમાજવાદી પાર્ટી તરફથી UP ભાજપની યુવા મોર્ચાની સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પર કેસ કરવામાં આવ્યો છે.

લખનૌની હજરતગંજ પોલીસે સમાજવાદી પાર્ટીના મનીષ અગ્રવાલની રવિવારે સવારે ધરપકડ કરી હતી.સમાજવાદી પાર્ટીના ટ્વીટર હેન્ડલ પરથી અભદ્ર ટીપ્પણીને લઇને હજરતગંજ પોલીસ સ્ટેશનમાં મનીષ અગ્રવાલ સામે ફરિયાદ થઇ હતી. મનીષ અગ્રવાલ સમાજવાદી પાર્ટીનું ટ્વીટર એકાઉન્ટ હેન્ડલ કરે છે.6 જાન્યુઆરીએ લખનૌમાં ભાજપ યુવા મોર્ચાની સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ડો. રિચા રાજપૂતે સમાજવાદી પાર્ટી મીડિયા સેલના નામે તેણીને રેપ અને જાનથી મારી નાંખવાની ધમકી મળી હોવાના આરોપસર કેસ નોંધાવ્યો હતો. મનીષ અગ્રવાલ સામે થયેલી FIRમાં સપાના આશીષ યાદવ અને ઉદયવીર સિંહના નામો પણ સામેલ કરવામાં આવ્યા હતા.

 UP પોલીસના ADG પ્રશાંત કુમારે કહ્યું કે એક રાજકીય પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમના કેટલાક ધારાસભ્યો સાથે આજે DGP હેડક્વાર્ટર પહોંચ્યા હતા. કારણ કે આજે રવિવાર હોવાથી માત્ર ઓછા અધિકારીઓ જ હેડક્વાર્ટરમાં રહે છે. આથી માહિતી મળતા જ લખનૌ પોલીસના સક્ષમ અધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ADGને કહેવામાં આવ્યું હતું કે સમાજવાદી પાર્ટીના સોશિયલ મીડિયા ટ્વીટર હેન્ડલ પરથી કરવામાં આવી રહેલી અભદ્ર ટીપ્પણીઓને લઇને મનીષ અગ્રવાલની ધરપકડ કરવામાં આવે છે અને શાંતિ વ્યવસ્થા ભંગ થવાના પુરા આસાર છે.

ADGએ કહ્યું કે, આ પ્રકરણ નવેમ્બર મહિનાથી ચાલી રહ્યું હતું, જેમાં વિચાર-વિમર્શ બાદ ધરપકડ કરવામાં આવી હતી. આગમનની અગાઉથી જાણ કરવામાં આવી ન હતી. ગેટ પર પ્રદર્શન પર પણ કાર્યવાહી કરવામાં આવશે. ઉક્ત વ્યક્તિ સામે નામ જોગ આરોપ અને મીડિયા સેલ સામે બે કેસ છે. જેની ધરપકડ ઈલેક્ટ્રોનિક ફૂટપ્રિન્ટ અને સર્વિસ પ્રોવાઈડર પાસેથી માહિતી એકત્ર કર્યા બાદ કરવામાં આવી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp