ફ્લોર ટેસ્ટ પૂર્ણઃ ઉદ્ધવ સરકારે 162નો દાવો કર્યો હતો, જાણો કેટલા મત મળ્યા

PC: ANI

મહારાષ્ટ્રની મુખ્યમંત્રીની ખુરશી મળ્યા બાદ ઉદ્ધવ ઠાકરેની આજે પહેલી અગ્નિપરીક્ષા હતી અને તેમાં તેઓ પાસ થઇ ગયા છે. ઉદ્ધવ સરકારે આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કર્યો હતો. થોડા દિવસ પહેલા NCP, શિવસેના અને કોંગ્રેસે 162 ધારાસભ્યો પોતાની સાથે છે, તેવો દાવો કર્યો હતો, પરંતુ આજે ફ્લોર ટેસ્ટમાં 169 ધારાસભ્યોએ ઉદ્ધવ સરકારને સમર્થન આપ્યું હતું. એટલે જે દાવો કર્યો હતો તેનાથી પણ વધુ 7 ધારાસભ્યોનું ઉદ્ધવ સરકારને સમર્થન મળ્યું છે. રાજ ઠાકરેની પાર્ટી મનસેના 1 ધારાસભ્યએ કોઇના પક્ષમાં મત નહોતો નાખ્યો અને તેઓ તટસ્થ રહ્યા હતા. આ સિવાય 2 AIMIMના ધારાસભ્ય, એક CPI(M)ના ધારાસભ્ય પણ ઉદ્ધવ ઠાકરેને સમર્થન નહોતું આપ્યું. પરંતુ આ ફ્લોર ટેસ્ટ સાથે મહારાષ્ટ્રમાં NCP, કોંગ્રેસ અને શિવસેનાના ગઠબંધનની સરકાર બની ગઈ છે.

શિવસેનાએ ફ્લોર ટેસ્ટ પહેલા દાવો કર્યો હતો કે, તેમની પાસે નિર્દલિય ધારાસભ્યોનો પણ સપોર્ટ છે અને નાના દળોએ પણ તેમને સમર્થન આપ્યું છે, જેને કારણે ફ્લોર ટેસ્ટમાં તેમને લગભગ 170 વોટ મળવાની આશા હતી.

ઉલ્લેખનીય છે કે, NCP, કોંગ્રેસ અને શિવસેનાએ થોડા દિવસ પહેલા મુંબઈની હોટલમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું, જ્યારે રાતોરાત મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી અને અજીત પવાર ઉપ મુખ્યમંત્રી બની ગયા હતા. ત્યાર બાદ NCP, કોંગ્રેસ અને શિવસેનાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું, જેનું નામ 'આમ્હી 162' રાખ્યું હતું. એટલે કે NCP, કોંગ્રેસ અને શિવસેનાએ દાવો કર્યો હતો કે તેમની પાસે 162 ધારાસભ્યો છે.

ફ્લોર ટેસ્ટ પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં હંગામો કર્યો હતો તેમણે કહ્યું હતું કે, પ્રોટેમ સ્પીકરને કેમ બદલવામાં આવ્યા. શપથગ્રહણ સમારોહમાં પણ નિયમોનો ભંગ થયો છે. તેમણે વિધાનસભાની બહાર જઇને મીડિયાને કહ્યું હતું કે, આ પ્રક્રિયા અસંવૈધાનિક છે. પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ ખોટી રીતે થઇ છે.

ફ્લોર ટેસ્ટ ચાલુ થયા પહેલા જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો નારેબાજી કરતા વિધાનસભા ગૃહની બહાર નીકળી ગયા હતા. ત્યાર બાદ પ્રોટેમ સ્પીકરે સભામાં તમામ દરવાજા બંધ કરવાનો આદેશ પ્યો હતો અને હેડ કાઉન્ટ શરૂ કર્યું હતું.

ફ્લોર ટેસ્ટ બાદ NCP નેતા જયંત પાટિલે કહ્યું હતું કે, શપથમાં જો મોટા નેતાઓ અને અમારા ભગવાનનું નામ લીધું તો શું ખોટું કર્યું. જો સન્માન આપ્યું તો શું ખોટું કર્યું. ફડણવીસને શું તકલીફ છે. વિપક્ષે હંગામો કરવાનો પ્રયત્ન કર્યો.

ફ્લોર ટેસ્ટ બાદ છગન ભુજબળે કહ્યું કે, ફડણવીસને વિપક્ષના નેતા બનવામાં પ્રતિસ્પર્ધા દેખાઈ રહી છે. તેઓ હજુ સુધી એ નક્કી નથી કરી શક્યા કે વિપક્ષના નેતા ફડણવીસ હશે કે ચંદ્રકાંત પાટિલ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp