રાદડિયાએ કોના માટે કહ્યું- હું પણ રાજપૂત છું, હિસાબ કરવા મેદાનમાં ઉતરવું ન પડે..
જેતપુરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડીયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ વિરોધીઓ સામે આકરા તેવર બતાવી રહ્યા છે. જાણવા મળેલી વિગત મુજબ જેતપુર જિલ્લાના થાણા ગલોલ ગામે લેઉઆ પટેલ સમાજની ખાતમુર્હૂત અને જયેશ રાદડીયાના પિતા વિઠ્ઠલ રાદડીયાની પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ હતો.
જયેશ રાદડીયાએ જાહેર મંચ પરથી કહ્યું કે,એક ટોળકી મારી પાછળ પડી ગઇ છે જે મને હેરાન કરવાનું કામ કરે છે. રાદડીયાએ કહ્યું કે, સારા કામમાં અવરોધના હાડકાં નાંખવાનું બંધ કરી દેજો, નહી તો મારે હિસાબ કરવા મેદાનમાં ઉતરવું ન પડે. હું પણ રાજપૂત છું.
સારું ન કરો તો કઇં નહીં પણ કોઇકને નડવાનું બંધ કરી દેજો. જયેશ રાદડીયાએ કોની સામે નિશાન સાધ્યું તે ખબર નથી, કારણકે તેમણે કોઇનું પણ નામ લીધું નથી, પરંતુ જાણકારોનું કહેવું છે કે આ કોઇ રાજકારણી સામે નિવેદન છે, કારણકે, મંત્રી મંડળમાં વિસ્તરણ, સંગઠનમાં ફેરફાર અને 2 મહિના પછી રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકની ચૂંટણી આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp