BJPને મોટો ઝટકો, પૂર્વ CMનો પુત્ર કોંગ્રેસમાં શામેલ

PC: ANI

2019 લોકસભા ચૂંટણી પહેલા પાર્ટી બદલવાની મૌસમ ચાલી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીને ઉત્તરાખંડમાંથી મોટો ઝટકો મળ્યો છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં BJP નેતા અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી બીસી ખંડુરીનો પુત્ર મનીષ ખંડુરી કોંગ્રેસમાં શામેલ થઇ ગયો છે.

મનીષ ખંડુરીના પિતા ભુવન ચંદ્ર ખંડુરી BJPના કદાવર નેતા છે. બીસી ખંડુરી પૌંડી સીટ પરથી લોકસભાના સાંસદ છે. એવું માનવામાં આવે છે કે, આ સીટ પરથી મનીષ ખંડુરીને કોંગ્રેસની ટિકિટ મળી શકે છે. કહેવાય છે કે, બીસી ખંડુરી BJPના લીડરોથી નારાજ છે.

તેમનો સ્ટેડિંગ કમિટી ઓફ ડિફેન્સના ચેરમેન તરીકે કાર્યકાળ પણ વધારવામાં આવ્યો નહોતો. આ વિવાદનો મુદ્દો પણ બન્યો હતો.

Image result for bc khanduri

તમને જણાવી દઇએ કે ઉત્તરાંખડમાં પાંચ લોકસભા સીટ છે. 2014ની લોકસભા ચૂંટણીમાં આ તમામ સીટો પર ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો હતો. ત્યારે આ રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp