ભાજપનાં ભગાડ જૂથ અને કોંગ્રેસના ભાયા જૂથ વચ્ચે રાજકીય ધીંગાણું

PC: post.jagran.com

ધારાસભ્ય કે સંસદ સભ્ય ચૂંટાયા પછી તેઓ હરીફ સાથે હાથોહાથની મારામારી ઉપર ઉતરતાં હોય એવું બહુ બનતું નથી. પણ સ્થાનિક સરકારમાં આવું બને છે. ભાજપનું માથાભારે ભગાડ જૂથ અને તેનું હરીફ ભાયા જૂથ જામનગરના સલાયા નગરપાલિકામાં ચૂંટણીની હાર-જીત થતાં મારામારી પર આવી ગયા હતા. છેલ્લાં 10 વર્ષથી સલાયા નગરપાલિકા પર કબજો ધરાવીને ચૂંટણી હારી ગયેલાં ભાજપના ભગાડ જૂથના સાલુ પટેલ ઉર્ફે સાલેમામદ ભગાડનું જૂથ નગરપાલિકાની ચૂંટણી હારી ગયું હતું. કોંગ્રેસનું ભાયા ગૃપ વર્ષો પછી ચૂંટણી જીતી ગયું હતું તેથી તેમણે સત્તા મેળવી છે. તે બાબત ભાજપના ભગાડ જૂથને પસંદ આવી ન હતી. આ બન્ને મુસ્લીમ વાઘેર જૂથો છે.

કોંગ્રેસના ભાયા જૂથના નગરપાલિકાના પ્રમુખ ઉમર ફારૂક હાજી ઓસમણ દ્વીચક્રી વાહન પર પસાર થઈ રહ્યાં હતા ત્યારે ભાજપના ભગાડ જૂથના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સાલેમામદ અને તેના ત્રણ પુત્રો સાથે 9 લોકોએ તેમના પર ઘાતક હથિયારોથી હુમલો કરી દીધો હતો. હુમલો કરતી વેળએ ભાજપના ભડાગ જૂથે એવું કહ્યું હતું કે, ચૂંટણી જીત્યા છો એટલે બહુ અહંકાર-પાવર આવી ગયો છે ? અનેકને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે અને પોલીસે આ રાજકીય ધીંગાણામાં 17 લોકો સામે ગુનો નોંધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp