કોઈપણ સર્જીકલ સ્ટ્રાઈક વિના જલ્દી જ સંપૂર્ણ કાશ્મીર આપણું હશે: વીકે સિંહ

PC: khabarchhe.com

ભારતીય જનતા પાર્ટી તરફથી ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર ગુરુવારે જગ્યા જગ્યાએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનુસંધાને ગાઝિયાબાદમાં પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ગાઝિયાબદમાં થયેલા કાર્યક્રમમાં સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી જનરલ વી.કે. સિંહે પણ હિસ્સો લીધો હતો. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમણે એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આશા છે કે જલદી જ સંપૂર્ણ કાશ્મીર આપણું હશે અને તેના માટે કોઈ સર્જીકલ સ્ટ્રાઇકની પણ જરૂરિયાત નહીં પડે.

અત્યારે તમામ એવી રીત છે, જેના માધ્યમથી સંપૂર્ણ કાશ્મીર પર ભારતનો હક હશે અને તે ભારતનો હિસ્સો હશે. ગાઝિયાબાદમાં ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ મનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સાથે સાથે ભાજપના વરિષ્ઠ નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસર પર ગાઝિયાબાદના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી વી.કે. સિંહે પણ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની મૂર્તિ પર માળા અર્પણ કરીને તેમના શૌર્યને યાદ કર્યું હતું.

સાથે જ તેમણે ઉપસ્થિત બધા લોકોને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાનની ગાથા બાબતે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારતીયોએ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનને ન ભૂલવું જોઈએ અને તેમની જેમ સૌથી પહેલા દેશ સેવાને જ સર્વોપરી માનવી જોઈએ. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ જે સપનું જોયું હતું, આજે ભાજપ એ સપનાંને સાચું કરી રહી છે. હાલમાં શિક્ષણ નીતિ, ઉદ્યોગ નીતિ તેમના વિચારોને જ આધીન છે. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર કેન્દ્રીય રાજ્ય મંત્રી જનરલ વી.કે. સિંહે મીડિયા સાથે પણ વાતચીત કરી હતી.

તેમણે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, ભાજપ સરકાર આવ્યા બાદ કાશ્મીરમાં મોટો બદલાવ થયો છે અને હવે આગામી સમયમાં કાશ્મીર પર સંપૂર્ણ હક ભારતનો હશે. સંપૂર્ણ કાશ્મીરને ભારતનો હિસ્સો બનાવવા માટે કોઈ સર્જીકલ સ્ટ્રાઇકની જરૂરિયાત નહીં હોય. અત્યારે તમામ એવી રીત છે જેના માધ્યમથી સંપૂર્ણ કાશ્મીર પર ભારતનો હક હશે અને તે ભારતનો હિસ્સો હશે. થોડા દિવસ અગાઉ તેમણે આપેલા એક નિવેદને ખૂબ લાઇમલાઇટ મેળવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ભારતમાં સેનામાં ભરતી થવું કોઈ અનિવાર્યતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp