આદિત્ય-દિશાની ફિલ્મ ‘મલંગ’ પર કેમ ભડક્યા ગોવા CM પ્રમોદ સાંવત?

PC: indiatvnews.com

મોહિત સૂરીની ફિલ્મ ‘મલંગ’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આદિત્ય રૉય કપૂર અને દિશા પાટની સ્ટારર આ ફિલ્મ થ્રીલર છે. અને સાથે જ તેમાં ગોવાના પાર્ટી કલ્ચરને પણ દેખાડવાની કોશિશ કરવામાં આવી છે. રીલિઝ થયા બાદ આ ફિલ્મ હવે વિવાદમાં આવી ગઈ છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ફિલ્મ પ્રત્યે તેમની નાખુશતા વ્યક્ત કરી છે. તેમણે ફિલ્મમાં દેખાડવામાં આવેલા ડ્રગ્સ કલ્ચર અંગે આપત્તિ વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે, રેવ પાર્ટી અને ડ્રગ કલ્ચર ફિલ્મની સ્ટોરીનો અગત્યનો ભાગ છે.

ગોવાના CMને જ્યારે પૂછવામાં આવ્યું કે, મલંગ ફિલ્મના કારણે રાજ્યની છબિ ખરાબ થઈ છે.. તેનો જવાબ આપતા તેમણે કહ્યું, આ મુદ્દો મારા ધ્યાનમાં લાવવામાં આવ્યો છે. એન્ટરટેઈનમેન્ટ સોસાયટી ઓફ ગોવા હવે ફિલ્મોને રિવ્યૂ કરશે. જ્યારે અમારા રાજ્યમાં લો એન્ડ ઓર્ડરની સારી વ્યવસ્થા છે, સાથે સારી એવી સુવિધા છે.. તો ફિલ્મોમાં આ રાજ્યને આ રીતનું કેમ દેખાડવામાં આવે છે. જેમકે ગોવા માત્ર ડ્રગ સ્ટેટ હોય??

ગોવાની છબિ ખરાબ દેખાડનારા પર નજર રાખીશુઃ

ગોવાના CMએ કહ્યું કે, હવેથી રાજ્યમાં પરવાનગી આપતા પહેલા ‘એન્ટરટેઈનમેન્ટ ઓફ સોસાયટી ઓફ ગોવા’ ફિલ્મની સ્ટોરીની થીમ અંગે રિવ્યૂ કરશે અને ગોવામાં શૂટિંગની પરવાનગી ત્યાર બાદ જ આપવામાં આવશે, જ્યારે ફિલ્મોએ ગોવાની છબિ ખરાબ રીતે પ્રદર્શિત કરી ન હોય.

 
 
 
View this post on Instagram

Hill top ..malang 7 th feb 🪐

A post shared by @ adityaroykapur on

જણાવી દઈએ કે, ‘એન્ટરટેઈનમેન્ટ ઓફ સોસાયટી ઓફ ગોવા’ એક સરકારી એજન્સી છે, જે રાજ્યમાં થનારી શૂટિંગ માટે પરવાનગી આપવા માટે એક કેન્દ્રીય બોર્ડની રીતે કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp