જે પ્રશ્ને મારામારી થઈ છે તેમાં સરકાર ડીકે ત્રિવેદી પંચનો રિપોર્ટ જાહેર કરે

PC: truthofgujarat.com

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે દંગલ જેવા દ્રશ્યો સર્જાયા હતા. બન્ને પક્ષના સભ્યો વચ્ચે મારામારી, અપશબ્દો અને ઘણું બઘું ગુજરાતની જનતાએ બુધવારે જોયું છે. ગુજરાત જાણે કે ઉત્તરપ્રદેશ કે બિહાર બની ગયું હોય તેવો માહોલ વિધાનસભામાં સર્જાયો હતો.

ગુજરાત વિધાનસભામાં દિપેશ અને અભિષેકના મૃત્યુના રિપોર્ટના મુદ્દે સભાગૃહમાં શાસક પક્ષ ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી આખરે મારામારીમાં ફેરવાઇ જતાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને બેઠક મુલતવી રાખવાની ફરજ પડી હતી અને વિપક્ષના તોફાની ત્રણ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા.

સમગ્ર મામલો દીપેશ-અભિષેક અપમૃત્ય કેસના ડી.કે.ત્રિવેદી પંચના રિપોર્ટને લઈને બિચક્યો હતો. અપક્ષ ધારાસભ્યો જીજ્ઞેશ મેવાણીએ ડી.કે.ત્રિવેદી પંચનો રિપોર્ટ રજૂ કરવા માગ કરી ત્યારે સરકારે માત્ર એટલો જ જવાબ આપ્યો કે આ મામલો વિચારાધીન છે. કોંગ્રેસના સભ્યોએ આ મુદ્દે સરકારને ઘેરવા પ્રયાસ કર્યો તે સમયે નીતિન પટેલે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો જેનો કોંગ્રેસના ધારાસભ્ચોએ વિરોધ કરતાં મામલો વધુ ગંભીર બન્યો હતો.

સભાગૃહમાં અભદ્ર ભાષાને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અંમરીષ ડેર ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ પાસે ધસી ગયા અને બેલ્ટ માર્યો હતો તો પ્રતાપ દૂધાતે પણ જગદીશ પંચાલની સીટ પાસે ધસી જઈને માઈક મારવાનો પ્રયાસ કર્યો હતો. સાર્જન્ટોએ અમરિષ ડેરને પડકીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમના હાથમાથી છૂટી જઈને તેમને ફરીથી જગદીશ પંચાલ પર હુમલો કર્યો હતો.

બીજી તરફ ભાજપના સભ્યોએ પણ અમરીશ ડેરને માર મારતાં કોંગ્રેસના સભ્યોને પ્રશ્નો પૂછવા દેવામાં આવતા ન હોવાનું કહીને વિક્રમ માડમે પણ મારામારીમાં ઝંપલાવ્યું હતું. ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી સાથે પણ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.

હર્ષ સંઘવીએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં ગુંડાગીરી કરી જાનથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો છે. અધ્યક્ષે કોંગ્રેસના ત્રણેયે ધારાસભ્યો પ્રતાપ દૂધાત, અમરીશ ડેર અને વિક્રમ માડમને સસ્પેન્ડ કર્યા છે. પ્રતાપ દૂધાતને સત્ર સમાપ્તી સુધી એટલે તે 28 માર્ચ સુધી ગૃહમાંથી સસ્પેન્ડ કર્યા છે. અને ગૃહ મુલત્વી રાખ્યું હતું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આ ઘટનાને વખોડીને કહ્યું કે ભાજપના સભ્યોનુ વર્તન લોકશાહીને લાંછનરૂપ છે. કોંગ્રેસના સભ્યોનો અવાજ દવાબાઈ રહ્યો છે.

ગુજરાત વિધાનસભામાં આજે બનેલી એક શરમજનક ઘટનામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. આ ઘટનાના કારણે વિધાનસભાના ઈતિહાસમાં કલંકિત પ્રકરણ સર્જાયું છે. આસારામને જમીન ફાળવવાના મામલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપબાજી ચાલતી હતી ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલને પટ્ટો કાઢીને મારવા પ્રયાસ કર્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે પોતાને બોલવા નથી દેવાતા તેવો મુદ્દો ઉપસ્થિત કરતાં ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો. વિક્રમ માડમે પોતાનું માઈક ખેંચી કાઢીને ઉગામ્યું હતું. આ ઉપરાંત રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે નિકોલના ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ સામે માઈક ઉગામ્યું હતું. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાત, ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ અને રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરને વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ સસ્પેન્ડ કર્યા છે.

વિધાનસભામાં અપશબ્દો પણ બોલાયા હતા. આ ઘટનાથી ભાજપના અન્ય સભ્યો પણ ઉશ્કેરાઇ ગયા હતા. સાર્જન્ટોએ બન્ને પક્ષોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. આખી ઘટનાના કારણે અન્ય સભ્યો વ્યથિત બન્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp