તહેવારમાં કચરો ઉપાડવાનું કામ બરાબર નહીં થાય તો સરકારી એન્જિનિયરોનો પગાર કપાશે

PC: etimg.com

દિલ્હીમાં કેજરીવાલ સરકાર જનતાના હિતમાં એક પછી એક નિર્ણય લઇ રહી છે, ત્યારે પ્રદુષણને લઇને વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. વાયુના પ્રદુષણની સમસ્યા દેશમાં માટે દિન પ્રતિદિન વધી રહી છે. દિલ્હીમાં તો વાયુ પ્રદુષણનો મુદ્દો ગંભીર બની ગયો છે ત્યારે દિવાળીના તહેવારોમાં પ્રદુષણને અટકાવવા માટે કેજરીવાલ સરકારે સરકારી એન્જિનીયરોને કચરો ઉઠાવવાની કામગીરી સોંપી છે. આ ઉપરાંત એન્જિનીયરોને એવી પણ સુચનાઓ આપવામાં આવી છે કે, તેઓ કચરો ઉઠાવવામાં નિષ્ફળ રહેશે તો તેમના પગાર કાપી લેવામાં આવશે.

એક રિપોર્ટ અનુસાર દિલ્હીમાં 26થી 30ઓક્ટોબર સુધી રાત્રીના સમયે એટલે કે, સાંજે 6 વાગ્યાથી લઇને સવારના 6 વાગ્યા સુધી બાંધકામ કરવા પર કેજરીવાલ સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને બાંધકામ વિભાગના એન્જિનીયરોને પોતાના ક્ષેત્રોમાંથી કચરો ઉપાડવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

રાત્રીના સમયે લોકો ફટાકડા ફોડતા હોવાના કારણે વાયુ પ્રદુષણમાં વધારો થયા છે અને શહેરમાં પણ ફરકડાનો કચરો ફેલાય છે એટલા માટે પ્રદુષણમાં ઘટાડો કરવા માટે અને શહેરને સ્વચ્છ રાખવા માટે સરકાર દ્વારા આ આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કેજરીવાલ સરકાર દ્વારા અધિકારીઓને એવી સુચના આપવામાં આવી છે કે, કોઈ પણ અધિકારી આ કામ કરવામાં નિષ્ફળ રહ્યા અને તેમના વિસ્તારમાં પ્રદુષણ જોવા મળશે તો તેમનો પગાર પણ કાપી લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp