MLA પાસેથી લાખ રૂપિયાનું ઉઘરાણું: ધારાસભ્ય ભ્રષ્ટાચાર ન કરે તો શું કરે?

PC: DNA

કોંગ્રેસના 77 ધારાસભ્યો પાસેથી પ્રદેશ કોંગ્રેસે રૂ1-1 લાખ ફંડ તરીકે માંગ્યા છે. માત્ર ધારાસભ્યો જ નહીં પણ કોંગ્રેસના પૈસાપાત્ર નેતાઓ અને કાર્યકર્તા પાસેથી પણ રૂ1-1 લાખ માંગ્યા છે. તેનું કારણ કરપ્શન નહીં પણ પ્રદેશ કોંગ્રેસ પાસે નાણાં જ નથી. તેમની પાસે કોઈ ફંડ રહ્યું નથી. ચૂંટણી સમયે પણ કોંગ્રેસની આવી જ હાલત હતી. તેમની પાસે ગુજરાત બહારથી આવતાં નેતાઓના પ્રવાસ બિલ ચૂકવવા માટે નાણાં ન હતા. તે સમયે નાણાં વગર જ ચૂંટણી લડવામાં આવી હતી. બહુ ઓછું ફંડ પક્ષના ઉમેદવારોને આપવામાં આવ્યું હતું. તેમાં આજે પણ કોઈ ફેર પડ્યો ન હતો.

કોંગ્રેસ પાસે જિલ્લા મથકના કાર્યાલય ચલાવવા માટે પણ નાણાં નથી. તેથી સમૃદ્ધ કાર્યકરોએ પોતાના મકાનો વાપરવા માટે આપ્યા છે. આમેય હવે બોન્ડથી નાણાં રાજકીય પક્ષોને આપવાનો નિયમ આવી ગયો છે જેમાં ભાજપને 4 રૂપિયા મળે છે તો કોંગ્રેસને 1 રૂપિયો કોર્પોરેટ કંપનીઓ પાસેથી મળે છે. તેથી જાણીતી કંપનીઓ ફંડ આપતી નથી. જે આપે છે તે બ્લેક મની હોય છે. આ કાળુ નાણું ભાજપના ફંડમાં વધારે જઈ રહ્યું છે.

જોકે વિધાનસભાની ટિકિટ આપવા માટે પણ કોંગ્રેસમાં કેટલાંક ઉમેદવારો પાસેથી ફંડ માંગવામાં આવતું હતું. જે પક્ષના પ્રચાર ખર્ચમાં વાપરવામાં આવતું હતું. ઘણાં લોકોએ તો તેમાં કટકી પણ કરી લીધી છે. બોટાદ જિલ્લામાં તો ટિકિટ બદલવા અને માટે પણ વિરોધીઓ પાસેથી ફંડ આવ્યું હતું જે વ્યક્તિગત ખાતામાં જમા થયું છે. તે પણ મલેશિયાથી ચૂકવવામાં આવ્યું છે.

કોંગ્રેસે ધારાસભ્યો પાસેથી લાખ રૂપિયાનું ઉઘરાણું શરૂ કર્યું છે. ઘણા ધારાસભ્યો સાવ જ કંગાળ છે તેમની હાલત કફોડી થવાની છે. ધારાસભ્યો પાસેથી લાખ રૂપિયા પાર્ટી ફંડ તરીકે માંગી રહેલી કોંગ્રેસ ભવિષ્યમાં ધારાસભ્યો પાસેથી પ્રમાણિકતાની દરકાર રાખશે તો એ વધારે પડતું કહેવાશે. લાખ રૂપિયા આપનાર ધારાસભ્ય ભ્રષ્ટાચાર નહી કરે તેની કોઈ ગેરંટી કોંગ્રેસ આપી શકે એમ નથી. કેટલાક ધારાસભ્યો સામે ભ્રષ્ટાચારની ફરીયાદો કરવામાં આવી રહી છે.  જો સત્તા વગર કોંગ્રેસના આ હાલ-હવાલ હોય તો સત્તા પર આવતા શું થશે એવો પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp