26th January selfie contest

LIVE: ગુજરાતની 6 મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામની પળેપળની માહિતી

PC: khabarchhe.com

21 નવેમ્બરના રોજ યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીની મત ગણતરી શરૂ થઇ ગઈ છે. અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં બે જગ્યા પર 48 વોર્ડની મત ગણતરી થઇ રહી છે. અમદાવાદમાં ગુજરાત કોલેજ અને LD એન્જિનિયરિંગ મત ગણતરી શરૂ છે. મત ગણતરી કરવા માટે બંને જગ્યા પર 8-8 કાઉન્ટીંગ સેન્ટરની સુવિધા ઉભી કરવામાં આવી છે. તમામ જગ્યા પર CCTV કેમરાથી પણ નજર રાખવામાં આવી છે અને અલગ-અલગ પોઈન્ટ પર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવમાં આવ્યો છે.

ગુજરાત કોલેજમાં અમદાવાદમાં સાબરમતી. ચાંદખેડા, રાણીપ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, દાણીલીંબડા, જોધપુર, ઇસનપુર, મણીનગર, વેજલપુર, સરખેજ, નવા વાડજ, નારણપુરા, સ્ટેડિયમ, અમરાઈવાળી, ભાઈપુરા-હાટકેશ્વર, ખોખરા, નિકોલ, વિરાટનગર, ઓઢવ, શાહપુર. શાહીબાગ અને અસારવા વોર્ડની મત ગણતરી થઈ રહી છે. LD કોલેજમાં થલતેજ, મક્તમપુરા, ઇન્દ્રપૂરી, વસ્ત્રાલ, રામોલ-હાથીજણ, સરદારનગર, કુબેરનગર, નરોડા, દરિયાપુર, ખાડીયા, જમાલપુર, સૈજપુર-બોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપાનગર, બહેરામપુરા, લાંભા, વટવા, પાલડી, વાસના, બાપુનગર, સરસપુર-રખિયાલ અને ગોમતીપુર વોર્ડની મત ગણતરી થઇ રહી છે. વડોદરામાં પણ પોલિટેકનીકલ કોલેજ ખાતે મત ગણતરી શરૂ થઇ ગઈ છે. પહેલા રાઉન્ડની મત ગણતરીમાં વોર્ડ નંબર 1, 4, 7, 10, 13 અને 16ના પરિણામ આવશે. બીજા રાઉન્ડની મત ગણતરીમાં વોર્ડ નંબર 2, 5, 8, 11, 14 અને 17ના પરિણામ જાહેર થશે અને ત્રીજા રાઉન્ડની મત ગણતરીમાં વોર્ડ નંબર 3, 6, 9, 12, 15, 18 અને 19ના પરિણામ જાહેર થશે.

સુરતમાં પણ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ અને SVNIT ખાતે પણ મત ગણતરી શરૂ થઇ ગઈ છે. ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં 14 વોર્ડની મત ગણતરી ચાલી રહી છે અને SVNITમાં 16 વોર્ડના મતની ગણતરી ચાલી રહી છે. બંને મત ગણતરી કેન્દ્રો પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લગભગ બપોરના બે વાગ્યા સુધીમાં તમામ વોર્ડના પરિણામ આવી જાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉમેદવારો અને એજન્ટો મતનું પરિણામ જોઈ શકે તે માટે મત ગણતરી કેન્દ્રોની બહાર LED સ્ક્રીનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજી તરફ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇને માસ્ક અને સેનિટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

23 Feb, 2021
07:33 PM
ભાજપની જીત બાદ PM નરેન્દ્ર મોદીનું ટ્વીટ
PC: KC
23 Feb, 2021
06:58 PM
ભાજપની ગુજરાતમાં ભવ્ય જીત બાદ અમિત શાહે કહ્યુ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ, પછાત અને વંચિત વર્ગના કલ્યાણની સાથે સાથે રાજ્યના વિશ્વસ્તરીય વિકાસ માટે સતત કામ કરી રહી છે. આ પ્રચંડ વિજય ભાજપની નીતિ અને નિયતમાં લોકોના અવિશ્વસનીય વિશ્વાસનું પ્રતીક છે.
23 Feb, 2021
05:59 PM
સાંજે 6 વાગ્યા સુધીમાં ભાવનગરમાં ભાજપ-44, કોંગ્રેસ-08,
23 Feb, 2021
05:59 PM
સાંજે 6 વાગ્યા સુધીમાં જામનગરમાં ભાજપ-50, કોંગ્રેસ-11, અન્ય-03
23 Feb, 2021
05:59 PM
સાંજે 6 વાગ્યા સુધીમાં વડોદરામાં ભાજપ- 69, કોંગ્રેસ-07,
23 Feb, 2021
05:58 PM
સાંજે 6 વાગ્યા સુધીમાં રાજકોટમાં ભાજપ-68, કોંગ્રેસ- 04,
23 Feb, 2021
05:58 PM
સાંજે 6 વાગ્યા સુધીમાં સુરતમાં ભાજપ- 93, કોંગ્રેસ- 00, AAP-27
23 Feb, 2021
05:55 PM
સાંજે 6 વાગ્યા સુધીમાં અમદાવાદમાં ભાજપ- 161, કોંગ્રેસ-15, અન્ય-08
23 Feb, 2021
05:39 PM
સાંજે 5.30 કલાક સુધીનું પરિણામ મુજબ ભાજપ 485 અને કોંગ્રેસની 44 બેઠક પર જીત
PC: kc
23 Feb, 2021
04:58 PM
સુરતની 120માથી 120 સીટો પર ભાજપનો વિજય, આમ આદમી પાર્ટીનો 27 સીટો પર વિજય, કોંગ્રેસની એકપણ સીટ ન આવી
23 Feb, 2021
04:54 PM
સુરતની જીતની આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અમદાવાદમાં ઉજવણી કરી
PC: kc
23 Feb, 2021
04:40 PM
અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રદેશ પ્રમુખનું પણ રાજીનામું
23 Feb, 2021
04:34 PM
વડોદરાના વોર્ડ નંબર 1મા કોંગ્રેસની પેનલની જીત
23 Feb, 2021
04:26 PM
ભાજપની ટિકિટ પર ઉભા રહેલા સુરતના મહિલા પત્રકાર મનિષા આહિરનો વિજય
PC: khabarchhe.com
23 Feb, 2021
04:20 PM
સુરતમાં કારમી હાર બાદ કોંગ્રેસ નેતા બાબુ રાયકાનું શહેર પ્રમુખ પદેથી રાજીનામું
PC: khabachhe.com
23 Feb, 2021
04:17 PM
576માંથી 514 પર પરિણામ આવી ગયું, જેમાં 440 પર ભાજપની જીત
PC: kc
23 Feb, 2021
04:11 PM
સુરતમાં આમ આદમી પાર્ટીને વધુ 2 સીટ મળી, વોર્ડ નંબર 7ની બે સીટ AAP અને 2 ભાજપને ફાળે
23 Feb, 2021
04:10 PM
અમદાવાદના લાંભા વોર્ડમાં અપક્ષ ઉમેદવાર કાળુ ભરવાડનો વિજય
23 Feb, 2021
03:53 PM
અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા, વિજયોત્સવમાં હાજર રહેશે
23 Feb, 2021
03:51 PM
સુરતમાં કોંગ્રેસના નેતા દિનેશ કાછડિયાની હાર
23 Feb, 2021
03:47 PM
સુરતમાં વોર્ડ નંબર 5 અને 17મા પણ આમ આદમી પાર્ટીનો વિજય
23 Feb, 2021
03:40 PM
સુરતના વોર્ડ નંબર 19 પર ભાજપની આખી પેનલનો વિજય
23 Feb, 2021
03:39 PM
3.40 કલાકના રિપોર્ટ મુજબ ગુજરાતની 576 મહાનગરપાલિકાની બેઠકમાંથી 404 ભાજપ, 51 પર કોંગ્રેસ, 21 પર AAP, 3 પર AIMIM અને અન્યના ફાળે 2
23 Feb, 2021
03:19 PM
જામનગરમાં 64માંથી 50 બેઠકો પર ભાજપની જીત, કોંગ્રેસના ભાગે આવી 11 બેઠક
23 Feb, 2021
03:15 PM
સુરતમાં વોર્ડ નંબર 26મા પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.
23 Feb, 2021
02:37 PM
2.31 કલાક સુધીમાં રાજકોટમાં ભાજપની 52 બેઠક પર જીત
23 Feb, 2021
02:34 PM
રાજકોટમાં કોંગ્રેસ શહેર પ્રમુખનું રાજીનામું, એકપણ સીટ પર કોંગ્રેસે હજુ ખાતું નથી ખોલાવ્યું રાજકોટમાં
23 Feb, 2021
02:28 PM
સુરતના વોર્ડ 15 કરંજ-મગોબમાં ભારતીય જનતા પાર્ટીની જીત
23 Feb, 2021
02:06 PM
ઉમરવાડા-માતાવાડીના વોર્ડ 14મા ભાજપની આખી પેનલ જીતી
23 Feb, 2021
02:05 PM
સુરતના કતારગામમાં આખી પેનલ પર ભાજપની જીત
23 Feb, 2021
02:04 PM
વડોદરામાં પણ ભાજપની જીત પાક્કી. 13 વોર્ડની 45 બેઠકો પર ભાજપનો વિજય, કોંગ્રેસ 7 બેઠકો જીતી શકી છે
23 Feb, 2021
01:55 PM
જામનગરમાં શહેર કોંગ્રેસ પ્રમુખની હાર
23 Feb, 2021
01:55 PM
વિજયોત્સવમાં CM વિજય રૂપાણી અને સી.આર.પાટીલ બંને હાજર રહેશે
23 Feb, 2021
01:54 PM
અમદાવાદમાં સાંજે 7 કલાકે ભાજપ વિજયોત્સવ મનાવશે
23 Feb, 2021
01:37 PM
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં બપોરે 01.30 કલાક સુધીના અપડેટ મુજબ ભાજપ 296 અને કોંગ્રેસ 48 બેઠક પર આગળ
PC: kc
23 Feb, 2021
01:23 PM
સુરતમાં વોર્ડ નંબર 10, 14, 15, 23 અને 29મા ભાજપની જીત
23 Feb, 2021
01:07 PM
જામનગરમાં વોર્ડ 13મા ભાજપની 3 અને કોંગ્રેસની 1 બેઠક પર જીત
23 Feb, 2021
01:06 PM
વડોદરામાં વોર્ડ નંબર 7, 8, 17મા ભાજપની પેનલની જીત
23 Feb, 2021
12:59 PM
કિરીટ સોલંકીએ કહ્યુ- ભાજપ તમામ 6 મનપા ચૂંટણી જીતશે
23 Feb, 2021
12:52 PM
અમદાવાદના નવરંગપુરામાં ભાજપની પેનલનો વિજય
23 Feb, 2021
12:50 PM
રાજકોટમાં 48 બેઠક પર ભાજપ આગળ, કોંગ્રેસ એકપણ વોર્ડમાં આગળ નહીં
23 Feb, 2021
12:41 PM
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં બપોરે 12.30 કલાક સુધીનું અપડેટ
PC: kc
23 Feb, 2021
12:41 PM
સુરતના વોર્ડ નંબર 23 બમરોલી-ઉધના(ઉત્તર)માં ભાજપની પેનલની જીત
PC: kc
23 Feb, 2021
12:36 PM
અમદાવાદના દાણીલીમડામાં કોંગ્રેસનો વિજય
23 Feb, 2021
12:30 PM
રાજકોટના વોર્ડ નંબર 8 માં ભાજપના ઉમેદવારોની જીત
23 Feb, 2021
12:18 PM
સુરતના વોર્ડ નંબર 14માં ભાજપની પેનલની જીત
23 Feb, 2021
12:11 PM
બપોરે 12 કલાક સુધીમાં જામનગરમાં ભાજપ 23, કોંગ્રેસ 4 બેઠક પર આગળ
23 Feb, 2021
12:10 PM
બપોરે 12 કલાક સુધીમાં ભાવનગરમાં ભાજપ 26, કોંગ્રેસ 6 બેઠક પર આગળ
23 Feb, 2021
12:10 PM
બપોરે 12 કલાક સુધીમાં રાજકોટમાં ભાજપ 22, કોંગ્રેસ 4 બેઠક પર આગળ
23 Feb, 2021
12:10 PM
બપોરે 12 કલાક સુધીમાં સુરતમાં ભાજપ 46, કોંગ્રેસ 10 અને AAP 18 બેઠકો પર આગળ
23 Feb, 2021
12:10 PM
બપોરે 12 કલાક સુધીમાં વડોદરામાં ભાજપ 15, કોંગ્રેસ 10 બેઠક પર આગળ
23 Feb, 2021
12:10 PM
બપોરે 12 કલાક સુધીમાં અમદાવાદમાં ભાજપ 65, કોંગ્રેસ 10, અન્ય 4 બેઠક પર આગળ
23 Feb, 2021
12:07 PM
સુરત વોર્ડ નંબર 16 માં આમ આદમી પાર્ટી પેનલ વિજેતા બની
[removed][removed]
23 Feb, 2021
11:58 AM
ભાવનગરના કરચલીયા પરા વોર્ડમાં ભાજપની પેનલની જીત
PC: kc
23 Feb, 2021
11:56 AM
ભાવનગરના ચિત્રા ફુલસર નારી વોર્ડમાં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારની જીત
23 Feb, 2021
11:51 AM
સુરતના વોર્ડ 3, 4, 5, 16 અને 17મા આમ આદમી પાર્ટી આગળ
23 Feb, 2021
11:46 AM
રાજકોટના વોર્ડ 10મા ભાજપની આખી પેનલની જીત
PC: kc
23 Feb, 2021
11:44 AM
રાજકોટના વોર્ડ 7મા ભાજપની આખી પેનલની જીત
PC: kc
23 Feb, 2021
11:31 AM
જામનગરના વોર્ડ 1મા કોંગ્રેસની પેનલનો વિજય
23 Feb, 2021
11:27 AM
વડોદરાના વોર્ડ 7મા ભાજપની પેનલની જીત
23 Feb, 2021
11:24 AM
સવારે 11 કલાક સુધીમાં અમદાવાદમાં ભાજપ 73 કોંગ્રેસ 16 સીટ પર આગળ
PC: khabarchhe.com
23 Feb, 2021
11:21 AM
વસ્ત્રાલમાં ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય
PC: kc
23 Feb, 2021
11:15 AM
નિકોલ, ખોખરામાં ભાજપની પેનલની જીત
23 Feb, 2021
11:15 AM
અમદાવાદના ગોતામાં ભાજપની પેનલનો વિજય
23 Feb, 2021
11:14 AM
જામનગરના વોર્ડ 13મા ભાજપના 3 ઉમેદવારની જીત
23 Feb, 2021
10:50 AM
રાજકોટ વોર્ડ નં.7માં ભાજપનો જંગી લીડથી વિજય
23 Feb, 2021
10:44 AM
અમદાવાદના થલતેજ, જોધપુરમાં ભાજપની જીત
23 Feb, 2021
10:43 AM
સવારે 10.45 કલાક સુધીમાં રાજકોટમાં ભાજપ 26 અને કોંગ્રેસ 6 સીટ પર આગળ
23 Feb, 2021
10:43 AM
જામનગરમાં ભાજપ 20 અને કોંગ્રેસ 4 અને અન્ય 4 સીટ પર આગળ
23 Feb, 2021
10:43 AM
ભાવનગરમાં ભાજપ 20 અને કોંગ્રેસ 4 સીટ પર આગળ
23 Feb, 2021
10:40 AM
વડોદરાના વોર્ડ 1મા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષ પટેલની હાર
23 Feb, 2021
10:40 AM
વડોદરાના વોર્ડ 1મા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષ પટેલની હાર
23 Feb, 2021
10:39 AM
અમદાવાદમાં ભાજપ 70 કોંગ્રેસ 16 સીટ પર આગળ
[removed][removed]
23 Feb, 2021
10:35 AM
વડોદરા વોર્ડ 6મા કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકા પટેલની જીત
23 Feb, 2021
10:34 AM
અમદાવાદના થલતેજમાં ભાજપની પેનલનો વિજય
23 Feb, 2021
10:32 AM
વડોદરાના વોર્ડ 1મા કોંગ્રેસના ઉમેદવારોની જીત
23 Feb, 2021
10:31 AM
વડોદરામાં વોર્ડ 16માં ભાજપના બે ઉમેદવારની જીત, ભાજપના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલની જીત
23 Feb, 2021
10:29 AM
ભાવનગરમાં મતગણતરી કેન્દ્ર બહાર કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો
23 Feb, 2021
10:23 AM
બહેરામપુરા વોર્ડમાં ઓવૈસીની પાર્ટી AIMIM આગળ
23 Feb, 2021
10:03 AM
576 બેઠકમાં 114 પર ભાજપ આગળ અને 28 પર કોંગ્રેસ આગળ
23 Feb, 2021
10:03 AM
જોધપુર, ગોતા, અસરવા, નિકોલમાં ભાજપ આગળ
23 Feb, 2021
09:59 AM
સવારે 10 કલાક સુધીમાં અમદાવાદમાં ભાજપ 35 અને કોંગ્રેસ 20 સીટ પર આગળ
23 Feb, 2021
09:49 AM
સવારે 9.30 કલાક સુધીનું અપડેટ
PC: khabarchhe.com
23 Feb, 2021
09:39 AM
સવારે 9.40 કલાક સુધીમાં ભાજપ અમદાવાદમાં 20 સુરતમાં 10, રાજકોટમાં 11, વડોદરામાં 9, જામનગરમાં 9 અને ભાવનગરમાં 6 સીટ પર આગળ
23 Feb, 2021
09:31 AM
સુરતમાં સવારે 9.30 કલાક સુધીમાં જામનગરમાં ભાજપ 6 અને કોંગ્રેસ 2 બેઠક પર આગળ
23 Feb, 2021
09:26 AM
બેલેટ પેપર મતગણતરીમાં 14 પર ભાજપ આગળ અને અમદાવાદના દાણીલીમડામાં કૉંગ્રેસ આગળ
23 Feb, 2021
09:18 AM
સુરતમાં સવારે 9.15 કલાક સુધીમાં સુરતમાં ભાજપ 6, રાજકોટમાં 4 સીટ પર આગળ
23 Feb, 2021
09:18 AM
સવારે 9.15 કલાક સુધીમાં અમદાવાદમાં ભાજપ 6 અને કોંગ્રેસ 2 સીટ પર આગળ
23 Feb, 2021
09:08 AM
રાજકોટમાં ભાજપના કશ્યપ શુક્લ પાર્ટીના નિશાન સાથે જતા મગજમારી થઈ
23 Feb, 2021
08:56 AM
સુરતની SVNIT કોલેજ ખાતે મતગણતરી દરમિયાન લોકોની ભીડ ઉમટવાની શરૂ
PC: khabarchhe.com
23 Feb, 2021
08:56 AM
અમદાવાદમાં L.D. એન્જિનીયરિંગ કોલેજની બહાર એક CCTV કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે.
23 Feb, 2021
08:47 AM
6 મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનની ટકાવારી
PC: khabarchhe.com
23 Feb, 2021
08:44 AM
સુરતના વોર્ડ 20મા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને 50-50 પોસ્ટલ મત
23 Feb, 2021
08:43 AM
સવારે 9 કલાકથી EVM મતગણતરી શરૂ થશે
23 Feb, 2021
08:43 AM
પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp