PAASના નારાજ કન્વીનરોને મનાવવા હાર્દિકનો પ્રયાસ

PC: facebook.com/HardikPatel.Official

હાર્દિક પટેલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયો છે, હાર્દિકના કોંગ્રેસમાં જોડાવાના કારણે PAASના કેટલાક કન્વીનરો હાર્દિકથી નારાજ છે. PAAS કન્વીનરની નારાજગીનું કારણ એ છે કે, તેઓએ હાર્દિક પટેલને કહ્યું હતું કે, જો તે કોંગ્રેસમાં જોડાશે તો તેની પહેલી અસર PAASની કમિટી પર પડશે. જ્યારે PAASના કન્વીનરો કમિટી બનાવવામાં આવી હતી તે સમયે નક્કી કરવામાં આવ્યું હતું કે, PAASની ટીમનો કોઈ સભ્ય રાજનીતિ કરશે નહીં. ત્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાતા PAASના કન્વીનરો નારાજ થયા હતા.

આ તમામ વાતને ધ્યાને લઇને PAASના કન્વીનરોની નારાજગી દૂર કરવાના પ્રયાસો હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે. કારણ કે, હાર્દિક પટેલ જ્યારે આગામી દિવસમાં ચૂંટણી લડવા માટે મેદાનમાં આવશે ત્યારે તેને PAASના ટેકાની ખૂજ જરૂર પડશે. જેના કારણે ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત હાર્દિક પટેલે શરૂ કરી છે. જેના ભાગ રૂપે હાર્દિક પટેલ દ્વારા આજે PAAS સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહમિલનમાં ગુજરાતના તમામ PAASના સભ્યોને હાજર રહેવા આમત્રણ આવામાં આવ્યું છે. અમદાવાદના ગોતા ખાતે યોજાનારા આ સ્નેહમિલનમાં PAASની ટીમને મજબૂત કરવા અને PAASના કાર્યકર્તાઓ અને કન્વીનરોની રાજગી દૂર કરવાના પ્રયાસો હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવશે તેવું દેખાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp