હાર્દિકનો દાવો- કોંગ્રેસનો આ ઉમેદવાર 25 હજારથી વધુની લીડથી જીતશે

PC: facebook.com

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા પેટાચૂંટણીમાં 8 બેઠકો પર પોતાના ઉમેદવારને જીતાડવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે. ચૂંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપ દ્વારા કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તો કોંગ્રેસ દ્વારા ભાજપ પર આક્ષેપો કરવામાં આવી રહ્યા ત્યારે આક્ષેપ-પ્રતિઆક્ષેપના દોર વચ્ચે હાર્દિક પટેલે એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલે ગઢડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારનો 25 હજારથી વધુની લીડથી જીતશે તેવું જણાવ્યું હતું.

હાર્દિકે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આઠ બેઠક પર કોંગ્રેસનો વિજય થવાનો છે. દરેક તાલુકાની અંદર ગામડાઓ આજે પણ વિકાસથી વંચિત છે. જે તાલુકાની અંદર 2014માં માર્કેટ યાર્ડનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું તે તાલુકામાં આજ સુધી કોઈ માર્કેટિંગ યાર્ડ બન્યું નથી. વલભીપુર તાલુકામાં સરકારી કોલેજનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું પરંતુ સરકારી કોલેજ બની નથી. ઘણા બધા પ્રશ્નો વલભીપુર તાલુકા અને ગઢડા વિધાનસભાને લઇને છે. જનતા પણ ઇચ્છી રહી છે કે, કોંગ્રેસનો વિજય થાય. જનતા પણ એવું ઈચ્છે છે કે, કોંગ્રેસ અમારો અવાજ વિધાનસભામાં પહોંચાડીને જનતાના કામ કરે. જે રીતે લોકોની અંદર ઉત્સાહ અને સરકાર વતી આક્રોશ છે તેને લઈને દેખાઈ રહ્યું છે કે, આઠ બેઠક પર ભાજપનો વિજય થશે.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા ઘરની અંદર તૂટેલી ટાઇલ્સ પણ વાપરતી નથી. એટલે હું એવું માનું છું કે, ફૂટેલા એક પણ નેતાને જનતા સ્વીકારવાની નથી. કરોડો રૂપિયા સરકારની મહેનતના પૈસા નથી પરંતુ જનતાના ટેક્સના પૈસા છે. આ પૈસા પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે સરકાર વાપરી રહી છે. ગુજરાતની સરકાર વિકાસના નામે જે રીતે લોકોને ગુમરાહ કરી રહી છે અને જે રીતે લોકોની ખરીદી રહી છે. તેવા સંજોગોમાં આજે પણ કોંગ્રેસના કાર્યકર્તા અકબંધ છે અને ગુજરાતની જનતા કોંગ્રેસની સાથે છે. પ્રવીણ મારું જેવા જે નેતાઓ વેચાયા છે તે નેતાઓને તમાચા સાથેનો જવાબ જનતા આપશે. ગુજરાતની જનતા માટે અમે લડીએ છીએ. કોઈ નાત-જાતના ભેદભાવ વગર અઢારે વરણનો અવાજ બનીશું અને અઢારે વરણ કોંગ્રેસની સાથે જોડાયેલા છે. મને મને વિશ્વાસ છે કે, અઢારે વરણના લોકો ગઢડાના કોંગ્રેસના ઉમેદવારને મત આપશે અને 25,000 કરતાં વધુની લીડ સાથે કોંગ્રેસનો ઉમેદવાર જીતશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp