
પાટીદાર સમાજને અનામત આપવાની માગ લઈને નીકળેલો હાર્દિક પટેલ અલગ અલગ મુદ્દે સરકારને ઘેરી રહ્યો છે. અમદાવાદમાં ઉપવાસ કર્યા પછી ફરી એક વાર હાર્દિક પટેલ સરકારની સામે સત્યાગ્રહ કરશે. પાટીદાર સમાજને અનામત, અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ, ખેડૂતોના દેવા માફી, ખેડૂતોને બિયારણમાં સબસીડી, દુષ્કાળની પરિસ્થિતિમાં સિંચાઈ માટેનું પાણી, ખેડૂતોને ટેકાના ભાવ, 24 કલાક વીજળી મળી રહે તે માટે સરદાર પટેલની જન્મ જયંતીના દિવસે હાર્દિક પટેલ દ્વારા ખેડૂત સત્યાગ્રહ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
સત્યાગ્રહની શરૂઆત જૂનાગઢના વંથલી ખાતેથી 4 વાગ્યે ખેડૂતોની મહાસભા કરવામાં આવશે અને ખેડૂતોની સમસ્યાને વાચા આપવામાં આવશે. 31 ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની લોકાર્પણ થવાનું છે. તે જ દિવસે સરકાર સામે હાર્દિક પટેલ ખેડૂત સત્યાગ્રહ કરશે. ખેડૂત સત્યાગ્રહના હાર્દિક પટેલના પોસ્ટરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે તેના પરથી હાર્દિક પટેલ અને PAAS દ્વારા ખેડૂત સત્યાગ્રહની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવ્યું હોય એવું લાગી લાગી રહ્યું છે.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp