શું ગૌતમ અદાણીને કારણે ઇન્ડિયા ગઠબંધન પર તિરાડ ઉભી થઇ છે?

PC: twitter.com

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC નેતા મમતા બેનર્જિએ શનિવારેએક નિવેદન આપ્યું કે જેમને ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ સોંપવામાં આવ્યું તે યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી. જો મને તક આપવામાં આવે તો હું નેતૃત્વ સ્વીકારવા માટે  તૈયાર છું.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે, બે દિવસ પહેલા રાહુલ ગાંધી સંસદની બહાર અદાણીના મુદ્દા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તેવા સમયે સંસદમાં કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીની સીટ પરથી 50000 રૂપિયાનું એક બંડલ મળ્યું.  આ બધી બાબતો પરથી સવાલ એ ઉભો થાય છે કે શું ગોતમ અદાણીને કારણે ઇન્ડિયા ગઠબંધનમાં ફાડ પડી છે.

મમતા બેનર્જિ ક્યારેય ગૌતમ અદાણીની વિરુદ્ધમા બોલ્યા નથી અને શરદ પવારને તો અદાણી સાથે ઘણી સારી મિત્રતા છે. માત્ર રાહુલ ગાંધી જ અદાણી સામે બોલી રહ્યા છે, આ બાબતે કોંગ્રેસમાં પણ અસંતોષ વધ્યો છે કે રાહુલ બીજા બધા મહત્ત્વના મુદ્દાને છોડીને એક અદાણીના મુદ્દાને પકડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp