ભાજપના નેતાએ રાહુલ ગાંધીને જાહેર સ્ટેજ પરથી કહ્યા અપશબ્દો

PC: hindustantimes.com

લોકસભાની ચૂંટણીનું બીજા અને ત્રીજા ચરણનું મતદાન જેમ-જેમ નજીક આવતું જાય છે, તેમ-તેમ રાજકારણમાં ગરમાવો આવતો જાય છે. કેટલાક નેતાઓ બીજા પક્ષના નેતાઓ અને ઉમેદવારો પર પ્રહાર કરવાની વાતમાં પોતાની જીભ પર કાબુ ગુમાવી બેસે છે અને ભાન ભૂલીને બેફામ નિવેદન જનતા સમક્ષ કરી દે છે. ત્યારે ભાજપના વધુ એક નેતાએ મંચ પરથી રાહુલ ગાંધીને બેફામ બોલીને તેમની માતાને અપશબ્દો પણ કહ્યા છે.

એક રીપોર્ટ અનુસાર, હિમાચલ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સતપાલસિંહ સત્તીએ જનતાને સંબોધન કરતા 13 એપ્રિલના રોજ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. આ વિવાદિત નિવેદનનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ભાજપના અધ્યક્ષ સતપાલસિંહ સત્તીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, રાહુલ ગાંધી નથી જાણતા કે, તેઓ મંચ પરથી શું બોલી રહ્યા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મંચ પરથી ચોર કહી રહ્યા છે કે, ચોકીદાર ચોર છે. ભાઈ તારી માતાને જામીન મળ્યા છે, તારા પોતાના જામીન થયા છે, તારા જીજાના જામીન થયા છે, તમારું આખું ટબ્બર જ જામીન પર છે. તો તું કોણ હોઈ શકે જજની જેમ ચોર કહેવાવાળો.

 

ભાજપના અધ્યક્ષ સતપાલસિંહ સત્તીએ વધુમાં કહ્યું કે, તેમના જ પક્ષના એક નેતાએ કહ્યું કે, એક વ્યક્તિએ ફેસબૂક પર લખ્યું છે એ અમે નથી કહી શકતા કારણ કે રાહુલ ગાંધી અમારી પાર્ટીના રાષ્ટ્રીય નેતા છે અને સાંસદ છે. ભાજપના અધ્યક્ષ સતપાલસિંહ સત્તી એક લખાણ વાંચતા વાંચતા સ્ટેજ પર બોલ્યા હતા કે, આ દેશનો ચોકીદાર ચોર છે તો, તું બોલે છે તો તું (મા વિષે અપશબ્દ) છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp