ભાજપ MPનો દાવો- 1800 શાળાઓમાં શુક્રવારે રજા, ઇસ્લામીકરણ વધી રહ્યું છે

PC: ndtv.com

ઝારખંડની શાળાઓમાં રવિવારની રજા બદલીને શુક્રવારે કરી દેવાતા  અને કેટલીક શાળામાં ઉર્દૂના શબ્દ ઉમેરાતા  ભાજપના સાંસદને લાગી રહ્યું છે કે રાજ્યમાં ઇસ્લામીકરણ વધી રહ્યું છે.

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે હું ઝારખંડ રાજ્યમાં થઈ રહેલા ઈસ્લામીકરણ તરફ ધ્યાન દોરું છું. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વસ્તીનું સંતુલન બદલાયું છે. બાંગ્લાદેશ નજીક છે અને તેથી જ તે થઈ રહ્યું છે.

ભારતીય જનતા પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેએ શુક્રવારે લોકસભામાં દાવો કર્યો હતો કે ઝારખંડમાં 1800 શાળાઓમાં રવિવારના બદલે શુક્રવારે રજા આપવામાં આવી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે આ ઘટના એ વાતનો પુરાવો છે કે દેશ ઈસ્લામીકરણ તરફ આગળ વધી રહ્યો છે.

ગૃહમાં શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે આ મામલાની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા થવી જોઈએ જેથી કરીને મજબૂત મેસેજ આપી શકાય.

દુબેએ કહ્યું કે હું ઝારખંડ રાજ્યમાં થઈ રહેલા ઈસ્લામીકરણ તરફ ધ્યાન દોરું છું. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વસ્તીનું સંતુલન બદલાયું છે. બાંગ્લાદેશ નજીક હોવાને  કારણે આ બધું બની રહ્યું છે.

નિશાંત દુબેએ કહ્યું કે,અચાનક એવું જોવા મળ્યું કે ઝારખંડમાં એવી 1800 શાળાઓ છે જેણે પોતાના નામમાં ઉર્દૂ શબ્દ લગાવી દીધા છે.આ શાળાઓમાં રવિવારની રજા નથી, પરંતુ તે શુક્રવારે થઈ રહી છે. ભાજપ સાંસદે કહ્યું કે દેશ ઈસ્લામીકરણ તરફ આગળ વધી રહ્યો છે અને ઝારખંડ તેને રસ્તો આપી રહ્યું છે. NIA દ્વારા તેની તપાસ થવી જોઈએ. આ એક મજબૂત મેસેજ મોકલવો જોઈએ. આ કોઈપણ ભોગે સહન કરવામાં આવશે નહીં.

રાજ્ય માપદંડોમાં ખૂબ પછાત છે. તેમણે કહ્યું કે રાજ્ય તેના લોકોને સંશોધન, તકો અને કૌશલ્ય વિકાસ પ્રદાન કરવામાં નિષ્ફળ રહ્યું છે. ઝારખંડમાં માત્ર સાત-આઠ નવા સ્ટાર્ટ-અપ્સ નોંધાયા છે. કેન્દ્ર સરકારે સૂચના આપવી જોઇ કે રાજ્ય સરકાર તેની કામગીરીમાં સુધારો કરે.

બહુજન સમાજ પાર્ટીના સાંસદ દાનિશ અલીએ ઉત્તર પ્રદેશમાં શેરડીના ખેડૂતોના બાકી લેણાંનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે કેન્દ્ર સરકારે ખાતરી કરવી જોઈએ કે ખેડૂતોને તેમની બાકી રકમ મળે અને વ્યાજ પણ મળે. AIMIMના ઈમ્તિયાઝ જલીલે દાવો કર્યો છે કે મહારાષ્ટ્રના એક વિસ્તારમાં સાત મહિનામાં 700 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. તેમણે કહ્યું કે સરકારે તેની તપાસ કરાવવી જોઈએ અને પરિવારોને મદદ કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp