તાલુકા પંચાયતમાં કોંગ્રેસ કઈ રીતે પ્રભુત્વ મેળવશે ?

PC: youtube.com

15 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મતનો મુકાબલો પરાકાષ્ટાએ પહોંચ્યો છે. 2013માં કોંગ્રેસ તાલુકા પંચાયતમાં ધોબી પછાડ ખાધો હતો. કારણ કે કોંગ્રેસને ભાજપ કરતાં અડધાથી પણ ઓછી બેઠકો મળી હતી. અપક્ષ અને કોંગ્રેસની બેઠકોનું પ્રમાણ બરાબર હતું. કૂલ બેઠક 1961 હતી જેમાં ભાજપે 1158 બેઠક મળી હતી અને કોંગ્રેસને માંડ 452 બેઠક મળી હતી. આમ કોંગ્રેસનું વ્યાપક ધોવાણ થયું હતું. જે લોકસભાની ચૂંટણીમાં પણ ચાલુ રહ્યું હતું.

કોંગ્રેસ અને અપક્ષો વચ્ચે કોઈ ખાસ અંતર રહ્યું ન હતું. આ વખતે વિધાનસભાના પરિણામ જોતા સ્થિતી બદલાઈ હોય એવું કહી શકાય તેમ છે. જ્યાં ચૂંટણી છે ત્યાં લોકસભાની 2014ની ચૂંટણીમાં પરિણામ અલગ હતું અને હવે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં વિપરીત પરિણામ જોવા મળે છે. તેથી 2018ની ચૂંટણીમાં કોંગ્રેસની સાથે કોંગ્રેસના નેતાઓ નહીં હોય પણ પ્રજા કોંગ્રેસની સાથે રહે તો નવાઈ નહીં.

પક્ષ - મતમળ્યા – ટકા મત મળ્યા - બેઠકમળી

ભાજપ – 1374986 – 44.95 - 1158

કોંગ્રેસ – 878301 – 28.71 - 452 

સમાજવાદી પક્ષ – 20,311 – 0.66 – 11

અપક્ષ – 650914 – 21.28 – 288

એનસીપી – 78297 – 2.56 – 35

બહુજન સમાજ પક્ષ – 53,724 – 1.76 - 16

સીપીએમ – 2306 – 0.08 – 00

કૂલ – 3058839 – 100 - 1961

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp