AAP-કોંગ્રેસ પાસે વધુ કોર્પોરેટર હતા છતા ભાજપે મેયર કંઈ રીતે બનાવી દીધા?
.jpg)
દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. ચંદીગઢમાં ઓમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી, પરંતુ ગુરુવારે મેયરની ચૂંટણીમાં ભાજપે એક ઝટકામાં આખી બાજી પલટી નાંખી હતી. 3 કોર્પોરેટરોએ ક્રોસ વોટીંગ કરતા ભાજપના કોર્પોરેટર હરપ્રીત કૌરને ચંદીગઢના મેયર જાહેર કરી દેવામાં આવ્યા છે.
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે તેમના કોર્પોરેટર ક્રોસ વોટીંગ ન કરે તેના માટે એક રિસોર્ટમાં રાખ્યા હતા, છતા ક્રોસ વોટીંગ થયું. જો કે કેજરીવાલને મોટું નુકશાન થયું છે, કારણકે ભાજપને મેયર મળ્યા અને બાકીના 2 પદ કોંગ્રેસના ખાતામાં ગયા છે. ભાજપને 19 વોટ મળ્યા જ્યારે AAPના ઉમેદવાર પ્રેમલતાને 17 વોટ મળ્યા હતા. ચંદીગઢ મેયરની ચૂંટણીમા 35 વોટ અને એક વોટ સાસંદનો એમ કુલ 36 વોટ હતા. બહુમતી માટે 19 વોટની જરૂર હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp