કેજરીવાલ જે બિલ માફ કરવાની વાત કરી રહ્યા છે, વધ્યા તો તેમના જ કાર્યકાળમાં
અરવિંદ કેજરીવાલ દેશભરમાં લોકોને દિલ્હી મોડલની સરકાર આપવાનો વાયદો કરે છે. 2024ની લોકસભાની ચૂંટણીમાં તેઓ 10 ગેરંટી પણ આપી રહ્યા હતા. પરિણામ આવ્યા તો દિલ્હીના લોકોએ એવો જ નિર્ણય સંભળાવ્યો જેમ અત્યારે હરિયાણાની જનતાને સંભળાવ્યો છે. લોકસભાની ચૂંટણીની જેમ જ હવે તેઓ આગામી દિલ્હી ચૂંટણી માટે આગળ વધીને વાયદા કરી રહ્યા છે. તેમની રીતો પણ મળે છે. ભાજપને લઈને એવી જ રીતે લોકોને ડરાવી રહ્યા છે જેમ ભાજપ બિહારમાં લોકોને જંગલરાજના નામ પર ડરાવે છે.
કહી રહ્યા છે કે જો ભાજપ દિલ્હીની સત્તામાં આવી તો લોકોને મળી રહેલી મફતની બધી સુવિધાઓ ખતમ કરી દેશે. એજ સુવિધાઓ જેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘રેવડી’ કરાર આપી ચૂક્યા છે. પછી એ ચૂંટણીના વાયદા હોય કે કેજરીવાલની ગેરંટી. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અરવિંદ કેજરીવાલ સરકારના દિલ્હી મોડલ સાથે જ રજૂ કરે છે, પરંતુ ઘણી વખત લાગે છે કે તેઓ પોતાની જ સરકારના કામકાજને સારી રીતે સમજી શકતા નથી.
AAPના નેતા અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં પદયાત્રા કરી રહ્યા છે. દરેક ગલી અને કોલોનીમાં પહોંચીને લોકોને મળી રહ્યા છે અને વાત કરી રહ્યા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી અગાઉ ચાલી રહેલી કેજરીવાલની પદયાત્રામાં મુખ્યમંત્રી આતિશી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહ સહિત AAPના ઘણા નેતા આગળ આવીને હિસ્સો લઈ રહ્યા છે. દિલ્હી પદયાત્રા દરમિયાન કેજરીવાલના નિશાના પર ભાજપ હોય એ સ્વાભાવિક છે.
તેઓ લોકો સામે પોતાની સરકારના અત્યાર સુધીના કામકાજનું વિવરણ રજૂ કરી રહ્યા છે અને લોકોને પણ ચેતવી રહ્યા છે કે જો AAPની સરકાર ન બની શકી અને ભાજપ સત્તામાં આવવા પર લોકોને મળી રહેલી મફતની હાલની સુવિધાઓ ખતમ કરી દેશે. કહે છે કે જો તમે ભાજપને વોટ આપશો તો તમારે એ જોવું પડશે કે પોતાના બિલોની ચૂકવણી કરો કે પોતાના બાળકોની દેખરેખ કરે. એવામાં જ તેઓ લોકસભાના ચૂંટણી અભિયાન દરમિયાન AAP અને ભાજપની જીત થવા પર શું ફાયદા થશે એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ લોકોને તેમની વાત જરાંય પણ સમજમાં ન આવી. ચૂંટણી પરિણામ તો એજ બતાવે છે.
એક સમાચાર એવા પણ છે કે દિલ્હીમાં પાણીનું બિલ વધારે આવ્યું છે. દિલ્હીના ઘણા વિસ્તારોના લોકોની એવી જ ફરિયાદ છે અને અરવિંદ કેજરીવાલને પણ લાગે છે આ વાત પોતાની સરકાર તરફથી નહીં, પરંતુ લોકો તરફથી જ સાંભળવા મળી છે. એટલે જ તો અજીબ દલીલ અને ચૂંટણી વાયદા કરી રહ્યા છે. પોતાની દિલ્હી પદયાત્રા હેઠળ અરવિંદ કેજરીવાલ પોતાના સાથીઓ સાથે વજીરપુર પહોંચ્યા હતા અને લોકોને બતાવી રહ્યા હતા કે જો તમારું વીજ બિલ વધીને આવ્યું છે તો ભરવાની જરૂર નથી કેમ કે ચૂંટણી બાદ તેઓ એવી વસ્તુઓને માફ કરાવી દેશે.
અરવિંદ કેજરીવાલનું કહેવું હતું કે ફેબ્રુઆરીમાં ચૂંટણી થવાની છે. હું માર્ચમાં આ બિલ માફ કરવા દઇશ, પરંતુ એમ કરવા માટે તમને ચૂંટણીની રાહ કેમ જોવી પડી રહી છે? શું આ કામ અત્યારે નહીં થઈ શકે. અને જે કામ અત્યારે નહીં થઈ શકે, એ ચૂંટણી બાદ જ થશે, કોઈ કેવી રીતે આ વાત પર વિશ્વાસ કરી લે? મોટો સવાલ તો એ છે કે પાણીનું બિલ કોણે વધાર્યું? શું વધેલા પાણીના બિલ મુખ્યમંત્રી આતિશી નહીં કરાવી શકે? કે પછી AAPની સરકારમાં દિલ્હીના મુખ્યમંત્રી આતિશી એમ કરવા માગતા નથી અને અરવિંદ કેજરીવાલને એવા વાયદા કરવા પડી રહ્યા છે?
કેજરીવાલની વાતોથી એવું લાગે છે જેમ આતિશી પાણી બિલને લઈને તેમની વાતોને નજરઅંદાજ કરી રહ્યા હોય અને મજબૂરીમાં તેમણે લોકોને કહેવું પડી રહ્યું છે કે તેઓ મત આપે જેથી ચૂંટણી જીતીને તેઓ પોતે ફરીથી દિલ્હીના મુખ્યમંત્રી બની શકે અને તેમના પાણીનું બિલ માફ કરાવી શકે.
જ્યારે તેઓ જેલમાંથી સરકાર ચલાવી રહ્યા હતા અને કહે છે કે જેલમાંથી સરકાર ચલાવીને દેખાડી દીધું છે તો તેઓ કયું નવું કામ કરી રહ્યા છે. અરે, એજ બિલ માફ કરવાની વાત કરી રહ્યા છે, પરંતુ તેમની સરકાર રહેતા લોકો પાસે પહોંચ્યા છે. એ શું વાયદો થયો કે પહેલા વધારી દો, પછી કહો કે વોટ આપો, તો ઓછા કરી દઇશું. સમજણ પડી રહી નથી કે કેજરીવાલ ચૂંટણી વાયદો કરી રહ્યા છે કે સોશિયલ મીડિયા માટે રીલ બનાવી રહ્યા છે. આ કામ તેઓ અત્યારે કરાવી શકે છે. તેમની જ સરકાર છે. આતિશી મુખ્યમંત્રી છે અને અત્યારે ન તો ચૂંટણીની જાહેરાત થઈ છે, ન દિલ્હીમાં કોઈ આચાર સંહિતા લાગૂ છે.
એક તરફ તેઓ દાવો કરે છે કે જેલમાંથી સરકાર ચલાવીને દેખાડી દીધી છે અને હવે એવા સમયે તેઓ એમ સમજાવવામાં લાગે છે કે જે કામ જેલમાંથી થવાના કારણે ભાજપે ન કરવા દીધું, જામીન પર છૂટ્યા બાદ તેઓ કહેવા લાગે છે કે તેઓ બધુ બરાબર કરી દેશે. દિલ્હીના રસ્તાઓની હાલત દેખાડીને તેઓ એવી જ વાતો સમજાવી રહ્યા હતા. સવાલ છે કે જો કામ તેઓ કરાવી શકે છે તેઓ કરી પણ શકતા હતા, પરંતુ એ કામ કેમ ન થયા, જ્યારે સરકાર તો તેમના લોકો જ ચલાવી રહ્યા હતા.
સૌથી વધુ વિભાગ અને અગાઉ તેમની સરકારના મંત્રી હતા એવા આતિશી હવે દિલ્હીના મુખ્યમંત્રી બની ચૂક્યા છે. દિલ્હીમાં પાણીના વધેલા બિલને લઈને લોકોને અરવિંદ કેજરીવાલ જે કહી રહ્યા છે તેનાથી એ સમજમાં આવી રહ્યું નથી કે તેઓ પોતે કન્ફ્યૂઝ છે કે લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp