અમારી સરકાર બની તો બિઝનેસમેન પાસેથી નહીં લેવામાં આવે ઈન્કમ ટેક્સઃ પપ્પુ યાદવ

PC: tosshub.com

બિહાર વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરમાં ચાલી રહેલો જોવા મળી રહ્યો છે. કૈમૂર જિલ્લાના ભભુઆના નગર પાલિકા મેદાનમાં જન અધિકાર પાર્ટીના અધ્યક્ષ પપ્પુ યાદવ અને ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરની જનસભા આયોજિત થઈ હતી. આ સભામાં હજારો લોકોની ભીડ જમા થઈ હતી. ચંદ્રશેખરના આવતાની સાથે જ લોકોએ જય ભીમના નારા લગાવવાના શરૂ કરી દીધા હતા.

પપ્પુ યાદવે કહ્યું હતું કે, બિહારમાં જ્યારે પણ કોઈ મુસીબત આવી હોય પછી તે પૂર હોય કે, ચમકી તાવની બીમારી અથવા કોરોના વાયરસ હોય, માત્ર પપ્પુ યાદવે લોકોની મદદ કરી છે. એટલે સુધી કે જ્યારે પૂર આવ્યું હતું ત્યારે સુશીલ મોદી હાફ પેન્ટ પહેરીને પોતાની પત્ની-બાળકો સાથે ભાગી નીકળ્યા હતા. પપ્પુ યાદવે બિહારના લોકોનો ક્યારેય કપરા સંજોગોમાં સાથ છોડ્યો નથી. જો અમારી સરકાર બનશે તો રાજ્યના બિઝનેસમેનને કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવો નહીં પડે. મને પોતાના ઘરે ગયાને 26 દિવસ થઈ ગયા છે. હું મારી પત્ની, બાળકો અને મારા માતાપિતાને પણ મળ્યો નથી. બહાર ફરી રહ્યો છું. લોકોની મદદ કરવા દરમિયાન મારા શરીરમાં ઈન્ફેક્શન થયું હોવા છત્તાં પણ મેં મારા જીવનની પરવા કર્યા વગર સતત લોકોની સેવામાં થાક્યા વગર લાગેલો રહ્યો છું.

નીતિશ સરકારના રાજમાં બાળકીઓ સાથે શેલ્ટર હોમમાં યૌન શોષણ થયું છે. નીતિશ કુમાર પાસે પોતાના 15 વર્ષનો કોઈ હિસાબ નથી. મોદી સરકારે દેશમાં આરક્ષણને સમાપ્ત કરવાનું કામ કર્યું છે. અમે ચૂંટણી પહેલા કોર્ટમાં એફિડેવિટ પણ આપી રાખ્યું છે કે જો અમને આગામી 3 વર્ષની તક મળશે તો અમે બિહારને દેશમાં નંબર વન બનાવી દઈશું.

શરૂઆતી 3 મહિનામાં જ ભભુઆની છોકરી-બહેન રાતે 11 વાગ્યે પટના જવા માટે એકલી જશે તો તેમને કોઈ આંખ ઊંચી કરીને જોશે નહીં. અને જો આંખ ઉઠાવશે તો એ પપ્પુ યાદવ હશે અથવા તો આંખ દેખાડનારો હશે. જો 3 વર્ષમાં કંઈ જ નહીં કરી શક્યો તો હું રાજકારણમાંથી સંન્યાસ લઈ લઈશ અને તમારી વચ્ચે ક્યારેય નહીં આવીશ. તેમણે આ રેલીમાં નિતીશ કુમારની સરકાર પર ઘણા હુમલાઓ કરતા કહ્યું હતું કે કોરોના કાળમાં જ્યારે મજૂરો ભૂખ્યા ખાધા-પીધા વગરના ભટકી રહ્યા હતા ત્યારે સરકારના નેતાઓ તેમના ફાર્મહાઉસમાં આરામ ફરમાવી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp