CM ભૂપેન્દ્ર પટેલના આદેશની અવગણના, સોમવારે 6 મંત્રીઓએ જનતાના પ્રશ્નો ન સાંભળ્યા

PC: facebook.com/ibhupendrapatel

રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારની સામે ઘણા પડકાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઓછા સમયમાં વધારે કામગીરી કરીને લોકોના હ્યદયમાં સ્થાન મેળવવું પડશે. મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલે તેમના મંત્રીમંડળની પહેલી કેબીનેટ બેઠકની અંદર મંત્રીઓ અને સચિવોને સોમવાર અને મંગળવારના રોજ પોતાની ચેમ્બરમાં હાજરી આપવા આદેશ કર્યો હતો. સાથે જ સોમવાર અને મંગળવારના રોજ કોઈ પણ મીટીંગનું આયોજન ન કરવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીનો આ આદેશ હોવા છતાં ત્રીજા જ અઠવાડિયે 6 મંત્રીઓ સોમવારના રોજ તેમની ચેમ્બરમાં હાજર જોવા મળ્યા નહોતા. તેથી મુલાકાતીઓને તેમની રજૂઆત કરવાની તક મળી નહોતી. મહત્ત્વની વાત છે કે, નવી સરકારે કામગીરી સંભાળતા જ પ્રતિદિન 10,000 જેટલા લોકો અને ભાજપના કાર્યકર્તાઓ સચિવાલય પર મંત્રીઓને કોઈના કોઈ મુદ્દે રજૂઆત કરવા માટે એકઠા થાય છે.

મહત્ત્વની વાત છે કે, ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ પણ સોમવારે એટલે કે 11 ઓક્ટોબરના રોજ 4 મંત્રીઓ તેમની ચેમ્બરમાં હાજર રહ્યા નહોતા. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પોતની ચેમ્બરમાં વિભાગની સાથે મીટીંગ કરીને બેસી ગયા હતા. વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા સચિવાલયની બહાર સરકારી કાર્યક્રમમાં ગયા હતા. તો આદિજાતી વિકાસ મંત્રી નરેશ પટેલે બિરસા મુંડા ભવનમાં યોજાયેલી બેઠકમાં ગયા હતા.

તો માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશ મોદી ગાંધીનગરમાં ગયા જ નહીં. તેઓ સુરતમ જ હતા. સાથે રાજ્યકક્ષાના ઉચ્ચ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને નાગરિક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સાબરકાંઠામાં યોજાયેલા સી.આર. પાટીલના કાર્યક્રમમાં ગયા હતા. એટલે નવી કેબીનેટના 6 મંત્રીઓ સોમવારે જનતાના પ્રશ્નો સાંભળવાથી દૂર ભાગ્યા હતા. ત્રીજા સપ્તાહે મુખ્યમંત્રીના આદેશને મંત્રીમંડળના મંત્રીઓએ ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

મહત્ત્વની વાત છે કે, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે ચાર્જ સંભાળ્યાને એક મહિના જેટલો સમય થવા આવ્યો છે. છતાં પણ હજુ મંત્રીઓને પર્સનલ સેક્રેટરી અને પર્સનલ આસિસટન્ટની ફાળવણી કરવામાં આવી નથી. એટલા માટે જ નવા મંત્રીઓ મુંજવણમાં મુકાયા છે કે, વિકાસના અટકી પડેલા કાર્યોને પૂરા કરવા માટે ક્યા વિભાગમાં ભલામણ કરવો અને ક્યા અધિકારીને કામ કરવા માટે આદેશ આપવો. પર્સનલ સેક્રેટરી અને આસિસ્ટન્ટની ફાળવણી ન થતા નવા મંત્રીઓની કામગીરી પર અસર થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp