ભાજપના નેતાની જીભ લપસી નીતિન પટેલને દેશના ગૃહમંત્રી ગણાવ્યા

PC: youtube.com

ગઈ કાલે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશ ભરમાં આનંદ અને ઉલ્લાસથી કરવામાં આવી હતી. ત્યારે પંચમહાલમાં પણ જિલ્લા કક્ષાએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મંત્રી બચુ ખાબડે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી બચુ ખાબડેએ કાર્યક્રમમાં જનતાને સંબોધન કરતા અને ત્યારબાદ મીડિયાને ઈન્ટરવ્યું આપતા સમયે ભાંગરો વાટ્યો હતો.

મંત્રી બચુ ખાબડેએ જનતાને સંબોધન કરતા જણાવ્યું હતુ કે, સ્વાતંત્ર્ય પર્વના ગૌરવ પૂર્ણ દિવસે ગુજરાત સહીત આખા દેશને અભુતપૂર્વ આનંદની અનુભૂતિ એટલા માટે થઇ રહી છે કે, ગુજરાતના ચાર સપૂતોએ દેશ અને દુનિયામાં ડંકો વગાડ્યો છે. સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે મહાત્મા ગાંધીએ દેશને આઝાદી અપાવી, સરદાર વલ્લભ સાહેબે 562 જેટલા રજવાડાઓને એકત્રીત કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું. આજે ગુજરાતમાં બીજા બે સપૂતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે સાત સાત દાયકાથી સળગતા કાશ્મીરના પ્રશ્નને 170ની કલમ રદ કરીને એક જ જાતકે હાલ કરી નાંખ્યો. આપણા સૌનું સૌભાગ્ય છે કે, આપણે આ ઔતિહાસિક ઘટનાના સાક્ષી બન્યા છીએ.

મંત્રી બચું ખાબડેએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ દેશ ભવ્ય ભારત નિર્માણ થાય અને આખા વિશ્વની અંદર મહાસત્તા બને તે દીધા અને તે સ્વપ્નને આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના અમારા ગૃહમંત્રી નીતિન પટેલ બંને ગુજરાતના સપૂતોની નેતૃત્વમાં દેશ વિકાસની દિશાની અંદર એક નવા ભારત અને નવા સ્થાપન માટે આગળ જઈ રહ્યો છે.

જનતાને સંબોધન કરતા સમયે મંત્રી બચું ખાબડેએ કાશ્મીરમાંથી રદ થયેલી કલમ 370ને 170 કહી અને ત્યારબાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમને દેશના ગૃહમંત્રીના નામમાં અમિત શાહને બદલે નીતિન પટેલનું નામ બોલ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp