હિંદુઓની વસતી 100 કરોડ છે, તો સ્વાભાવિક છે કે ભારત હિંદુ રાષ્ટ્ર છેઃ રવિ કિશન

PC: twitter.com

આખા દેશમાં નાગરિક સંશોધન બિલને લઈને માહોલ ગરમ છે. દરમિયાન BJP નેતા અને ગોરખપુરથી સાંસદ રવિ કિશને કહ્યું કે, હિંદુઓની વસ્તી 100 કરોડ છે, તો સ્વાભાવિક છે કે ભારત એક હિંદુ રાષ્ટ્ર છે. તેમણે કહ્યું, ઘણા બધા મુસ્લિમ અને ઈસાઈ દેશ છે, આથી એ અદ્ભુત છે કે આપણી પાસે પોતાની સંસ્કૃતિને જીવિત રાખવા માટે ભારત નામનો એક દેશ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ ખૂબ જ ગર્વની વાત છે કે, 100 કરોડ હિંદુઓનું એક સ્થાન છે જેને વિશ્વ જાણે છે અને આજે ભારતનું સન્માન આખા વિશ્વમાં છે.

જણાવી દઈએ કે, દેશમાં NRC લાગૂ કરવાના બિલને કેબિનેટે મંજૂરી આપી દીધી છે અને હવે આ બિલ પહેલા લોકસભામાં અને પછી રાજ્યસભામાં જશે. તો બીજી તરફ વિપક્ષ સતત આ બિલનો વિરોધ કરી રહ્યું છે. વિપક્ષનો સૌથી મોટો વિરોધ એ છે કે, તેમાં ખાસ કરીને મુસ્લિમ સમુદાયને નિશાનો બનાવવામાં આવ્યા છે. તેમને તર્ક છે કે, તે સંવિધાનના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન છે, જે સમાનતાના અધિકારની વાત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp