શિક્ષણમંત્રીનો લવારો- હિંદી બોલવાવાળા કોઇંબતૂરમાં પાણીપૂરી વેચે છે

PC: twitter.com

હિંદી ભાષાને લઇને ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે વર્ષોથી વિવાદ ચાલતો જ આવ્યો છે અને તે વિવાદ થોભવાનું નામ નથી લેતો. હવે તામિલનાડુના શિક્ષણમંત્રી ડો. પોનમુડીએ હિંદી ભાષા વિશે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘ભાષાના રૂપે અંગ્રેજી ભાષા હિંદી ભાષા કરતા વધારે મહત્ત્વ રાખે છે અને જે લોકો હિંદી બોલે છે તે લોકો નાના-મોટા કામ કરે છે. હિંદી બોલવા વાળા કોઇંબતૂરમાં પાણીપૂરી વેચે છે.’

પોનમુડીએ આ વિવાદાસ્પદ નિવેદન કોઇંબતૂરની ભારથિઅર યૂનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં આપ્યું છે. તેમણે કહ્યું કે, હિંદી ફક્ત એક વૈકલ્પિક ભાષા જ હોવી જોઇએ, ફરજિયાત નહીં. તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને લાગૂ કરવા માટે કહ્યું, પરંતુ તેમણે દાવો કર્યો કે, રાજ્ય સરકાર ફક્ત ડ્યુઅલ લેંગ્વેજ સિસ્ટમ લાગૂ કરવા માંગે છે.

તેમણે તામિલનાડુના રાજ્યપાલ આરએન રવિની હાજરીમાં આ સવાલ ઉઠાવ્યો કે, હિંદી કેમ શીખવી જોઇએ, જ્યારે અંગ્રેજી જેવી આંતરરાષ્ટ્રીય ભાષા પહેલાથી જ રાજ્યમાં શિખવાડવામાં આવી રહી છે. તામિલ ભાષા બોલવા વાળા લોકો ભલે કોઇપણ ભાષા શીખવા માટે ઇચ્છુક હોય, પણ તેમના માટે હિંદી ભાષા વૈકલ્પિક હોવી જોઇએ.

પોનમુડીએ દાવો કર્યો કે તામિલનાડુ ભારતમાં એજ્યુકેશન સિસ્ટમમાં સૌથી આગળ છે. પોનમુડીએ કહ્યું કે, ‘અંગ્રેજી ભાષા હિંદી ભાષા કરતા વધુ કીમતી ભાષા છે અને હિંદી બોલનારા લોકો ફક્ત નોકરી જ કરી રહ્યાં છે. જો તમે હિંદી ભણો છો તો શું તમને નોકરી મળશે? તમે કોઇંબતૂરમાં જોઇ શકો છો કે, પાણીપુરી કોણ વીચી રહ્યું છે. હવે તો અંગ્રેજી ભાષા જ આંતરરાષ્ટ્રીય ભાષા છે.’

આ પહેલી વખત નથી કે, પોનમુડીએ હિંદી ભાષાનું સાર્વજનિક રીતે અપમાન કર્યુ હોય. આ પહેલા પણ તેમણે કહ્યું હતું કે, ભારતમાં ફક્ત એક ભાષાના ઉપયોગને ચલાવી નહીં લેવાશે. આવું ત્યારે થયું હતું કે, જ્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે હિંદી ભાષાને અંગ્રેજીની વૈકલ્પિક ભાષા તરીકે ગણાવી હતી, ત્યારે બિનહિંદી ભાષી રાજ્યોમાં વિવાદ થયો હતો, ત્યારે પણ તેમણે અન્ય રાજ્યના લોકો સાથે અંગ્રેજી ભાષાના ઉપયોગ અને પોતાના રાજ્યના લોકો સાથે લોકલ ભાષાના ઉપયોગ પર ભાર મૂક્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp