ધારાસભ્યો માટે કોંગ્રેસ-JD(S)ને માત્ર શર્મા ટ્રાવેલ્સની બસ પર વિશ્વાસ કેમ છે

PC: jansatta.com

કર્ણાટકમાં ચાલી રહેસા સત્તાના નાટકમાં એક પણ ધારાસભ્યને અહીંથી ત્યાં જવા પર કર્ણાટકમાં સત્તાની સ્થિતિ બદલાઈ શકે છે તેમ છે. તેવામાં રાજકીય પાર્ટીઓ કોઈ રિસ્ક લેવા માગતી નથી. કોંગ્રેસ-JD(S)ના ધારાસભ્યોને સુરક્ષિત જગ્યા સુધી પહોંચાડતી બસની સ્ટોરી પણ વર્ષો જૂની છે. કોંગ્રેસે પોતાના ધારાસભ્યોના ટ્રાન્સપોર્ટ માટે પોતાના વફાદાર ટ્રાન્સપોર્ટર ડીપી શર્મા બસ સર્વિસિસ પર ભરોસો બતાવ્યો છે.

કોંગ્રેસ અને JD(S)ના ધારાસભ્ય આજકાલ ટ્રાન્સપોર્ટેશન માટે માત્ર શર્મા બોસનો જ ઉપયોગ કરી રહ્યા છે. રાજસ્થાનથી નીકળેલા ધનરાજ શર્મા 1980માં દક્ષિણની રાજકારણમાં એક્ટિવ હતા, ત્યારે તેમનો રિયલ સ્ટેટ વેપાર શરૂ થયો હતો. પોતાના વેપાર સાથે સાથે રાજનિતીમાં પોતાનો હાથ અજમાવી રહ્યા હતા. શર્માએ 1998માં કોંગ્રેસ ટિકીટ પર સાઉથ બેંગ્લોરની લોકસભા સીટ પરથી ચૂંટણી પર લડી હતી.

પરંતુ યુનિયન અફેર મિનિસ્ટર અનંત કુમાર સામે તેઓ આશરે દોઢ લાખ મતથી હારી ગયા હતા. શર્મા પૂર્વ વડાપ્રધાન પીવી નરસિંમ્હા રાવ, રાજીવ ગાંધી અને ઈંદિરા ગાંધીના નજીકના લોકોમાં ગણવામાં આવતા હતા. ધનરાજ પરાસમલ શર્માનું 2001માં નિધન થઈ ગયું હતું.

શર્મા ટ્રાન્સપોર્ટ, દક્ષિણ ભારતના વધારે શહેરોમાં બસ અને કાર્ગો સર્વિસિસ ચલાવતા હતા. કોંગ્રેસના ધારાસભ્યોને બચાવનારી શર્મા ટ્રાન્સપોર્ટ કંપની હવે ધનરાજ શર્માના પુત્ર સુનીલ કુમાર શર્મા ચલાવે છે. આ બસ સર્વિસિસ બેંગ્લોરથી મુંબઈ, પુણે, અમદાવાદ, ચેન્નાઈ, હૈદરાબાદ, ગોવાની વચ્ચે ચાલે છે. હાલમાં બીજેપી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 104 સીટ સાથે સૌથી મોટી પાર્ટી બનીને આવી છે પરંતુ સત્તા પર આવનારા આંકડા માટે 112 આંકડા બીજેપી પાસે નથી.

બીજી તરફ કોંગ્રેસ અને JD(S)એ મળીને 116 બેઠકનો આંકડો મેળવી લીધો છે. હવે આ સત્તાની જંગમાં જરૂરત છે સાવધાની રાખવાની અને ધારાસભ્યોને તૂટતા બચાવવાની. ગઈકાલે બીજેપી યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી તીરકેના શપથ ગ્રહણ કર્યા હતા અને તેમની વિરુદ્ધ આજે દાખલ કરવામાં આવેલી અરજીના નિર્ણયમાં સુપ્રીમે યેદિયુરપ્પાને આવતીકાલ સુધીમાં બહુમતી મેળવવા માટેનો સમય આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp