શું ઉદ્ધવ મહાવિકાસ અઘાડીને ઝટકો આપવાના છે?
લોકસભા 2024ની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ કેન્દ્રમાં સત્તામાં ન આવે તેના માટે વિપક્ષોએ ભેગા થઇને ગઠબંધન બનાવ્યું હતું, જેમાં 28 જેટલી પાર્ટીઓ જોડાઇ હતી. પરંતુ લાગે છે કે મહારાષ્ટ્રમાં કારમી હાર પછી ઇન્ડિયા ગઠબંધન તુટવાના આસાર દેખાઇ રહ્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીની કારમી હાર પછી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ધારાસભ્યો ઉદ્ધવ પર કોંગ્રેસ સાથે છેડો ફાડવાનું દબાણ કરી રહ્યા છે. આગામી દિવસોમાં જ્યારે BMCની ચૂંટણી આવી રહી છે ત્યારે ઉદ્ધવ એકલા હાથે અથવા શરદ પવાર NCP સાથે મળીને ચૂંટણી લડી શકે છે.
આજે જ્યારે ઝારખંડમાં હેમંત સોરેને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે ઇન્ડિયા ગઠબંધનના ઘણા નેતા હાજર હતા, પરંતુ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર હાજર નહોતા રહ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp