VIDEO: હત્યા થવાના 3 દિવસ પહેલા જયંતિ ભાનુશાળીએ નખત્રાણામાં કર્યો હતો આવો નાચ

અમદાવાદના નરોડા વિસ્તારમાં જ્યારે જયંતિ ભાનુશાળી બારદાનનો ધંધો કરતા હતા, ત્યારે પૈસા ઓછા હતા પરંતુ જિંદગીમાં શાંતિ હતી પરંતુ 2007મા જયંતિ ભાનુશાળીને ભાજપે અબડાસાની વિધાનસભાની ટિકિટ આપી અને જિંદગીમાં કલ્પના કરી નહોતી એટલી સંપત્તી અને પ્રતિષ્ઠા મળી. પણ એક દસક જ તેઓ અને તેમનો પરિવાર સુખને ભોગવી શક્યા અને ત્યાર બાદ એક પછી ઘટનાઓ એવી બની કે જયંતિ ભાનુશાળીની જિંદગી ખરાબ થઈ ગઈ.

અઢળક સંપત્તિ કમાયા પછી સંતોષનો અહેસાસ થવાને બદલે ભાનુશાળી વધુ ને વધુ કમાવવાની હોડમાં લાગ્યા હતા. આ હોડમાં તેમણે જિંદગીની તમામ નીતિ નિયમો બાજુ ઉપર મૂકી દીધા હોય તેવું લાગતું હતું, સંપત્તિ પોતાની સાથે અનેક દુશ્મનોને પણ લઈ આવી હતી. તા 3 જાન્યુઆરીના રોજ ભુજ પહોચેલા જયંતિ ભાનુશાળીને કલ્પના પણ નહોતી કે કદાચ તેમની ભુજની આ મુલાકાત જિંદગીને છેલ્લી સફર થઈ જશે.

કચ્છમાં ભાનુશાળીના બે-ત્રણ જાહેર કાર્યક્રમો પણ હતા, જે બધા અગાઉથી નક્કી થયા પ્રમાણેના હતા જેમાં એક કાર્યક્રમ નખત્રાણામાં ભાનુશાળી સમાજનો જ હતો, આ રાતા તલાવ મંદિર છે જે એક સંતની ધાર્મિક સંસ્થા છે. આ સંસ્થાના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા જયંતિ ભાનુશાળી આવ્યા હતા અને ત્યાં તેમણે સમારંભમાં નાચ પણ કર્યો. ઈશ્વરની હાજરીમાં થયેલા તેમનો છેલ્લો નાચ હતો જુઓ તેમનો આ છેલ્લે વીડિયો...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp