હાર્દિકની સેક્સ સીડી અંગે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું? વાંચો અહીં...

14 Nov, 2017
02:40 PM
PC: khabarchhe.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ પાટીદાર અનામત આંદોલનનાં કન્વીનર હાર્દિક પટેલની કથિત સેક્સ સીડીને લઈ ગુજરાતનું રાજકારણ ગરમાઈ જવા પામ્યું છે. સીડી બાદ હાર્દિક હવે વિરોધીઓનાં નિશાના પર આવી ગયો છે તો ગુજરાતનાં યુવા દલિત નેતા તરીકે ઉભરી રહેલા જિગ્નેશ મેવાણી મેવાણીએ હાર્દિકનું સમર્થન કર્યું હતું.

જિગ્નેશ મેવાણીએ ટવિટ કરીને હાર્દિક પટેલને કહ્યું કે પરેશાન થવાની જરૂર નથી. હું તમારી સાથે છું અને સેક્સનો અધિકાર તો મૂળ અધિકાર છે. કોઈને પણ પોતાની પ્રાઈવસી ભંગ કરવાનો હક નથી.

ટવિટ કર્યા બાદ મેવાણી પર તરત જ ટ્રોલીંગ શરૂ થયું. જોકે, વિરોધીઓને આક્રમક રીતે જવાબ આપીને મેવાણીએ લખ્યું કે સાથીઓ, ઈનબોક્સમાં મેસેજ ન લખો કે મારી સીડી ક્યારે આવશે. જ્યારે આવશે ત્યારે જોઈ લેજો.

દરમિયાન હાર્દિકે સીડી અંગે કહ્યું કે વીડિયોમાં દેખાતી વ્યક્તિ હું નથી. હું પુરુષ છું, નપુસંક નથી. જે કરવું હશે તે સામી છાતીએ કરીશ. હાર્દિકે ભાજપ ગંદી રાજનીતિ કરવાનો પણ આરોપ મૂક્યો અને સેક્સ સીડીને બોગસ બતાવી હતી. આ વીડિયો બનાવટી છે અને ભાજપની ગંદી રાજનીતિનો ભાગ છે. ભાજપે મારા વ્યક્તિગત જીવન પર હુમલો કર્યો છે. ભાજપમાં આવા કરનામા કરનારા અનેક લોકો છે.

હાર્દિક પટેલ અને પાસનાં કન્વીનરો પાછલા ઘણા સમયથી ગુજરાતમાં અનામતની માંગને લઈ સંઘર્ષ કરી રહ્યા છે. કથિત સેક્સ સીડી બાદ અનામત આંદોલનનું ફિંડલું વળી જવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. ભાજપ માટે આ ઘટના લાભકારક પુરવાર થયા વગર રહેવાની નથી.

 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: