ભાજપના નેતા કહે છે- કમલનાથ માટે ભાજપના દરવાજા ખૂલ્લા નથી
ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ કમલનાથના ભાજપમાં સામેલ થવા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર લખ્યું કે, ઘણા મિત્રોના ફોન આવી રહ્યા છે અને તેઓ કમલનાથ બાબતે પૂછી રહ્યા છે. મેં તેમને ફોન પર પણ કહ્યું છે અને અહી પણ કહી રહ્યો છું કે સિખોના હત્યારા અને હિન્દ ધ ચાદર ગુરુ તેગ બહાદુરજીના ગુરુદ્વારા રકાબગંજ સાહિબને સળગાવનારા કમલનાથ માટે ભાજપના દરવાજા ન ખુલ્લા હતા અને ન ખુલ્લા છે.
તજિન્દર પાલ સિંહ બગ્ગાએ આગળ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રહેતા ક્યારેય એવું સંભવ નહીં થઈ શકે. એવું હું તમને બધાને ભરોસો અપાવું છું.' ઉલ્લેખનીય છે કે રાજનીતિના ગલિયારામાં એવી અટકળો છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ અને તેમના સાંસદ પુત્ર નકુલનાથ પોતાના સમર્થકો સાથે જલદી જ ભાજપમાં સામેલ થઈ શકે છે. કમલનાથના પુત્ર નકુલનાથ હાલના સમયમાં છિંદવાડાથી કોંગ્રેસના સાંસદ છે. જાણકારો મુજબ અટકળો છે કે તેમના પુત્ર નકુલનાથ કે તેમની વહુને લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવાર બનાવી શકાય છે.
बहुत से मित्रों के फ़ोन आ रहे है और वो @OfficeOfKNath के बारे में पूछ रहे हैं । मैंने उनसे फ़ोन पर भी कहाँ है और यहाँ भी कह रहा हूँ की सिखों के हत्यारे और हिन्द दी चादर गुरु तेग़ बहादुर जी के गुरुद्वारे रकाबगंज साहिब को जलाने वाले कमलनाथ के लिए भाजपा के दरवाज़े ना खुले थे ना…
— Tajinder Bagga (@TajinderBagga) February 18, 2024
ભાજપ નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ સ્પષ્ટ કહ્યું કે, કમલનાથ માટે ભાજપના દરવાજા ન ખુલ્લા હતા અને ન ખુલ્લા છે. બીજી તરફ મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારીએ પણ કમલનાથ અને તેમના સાંસદ પુત્ર નકુલનાથના ભાજપમાં સામેલ થવાના સમચારોને અફવા કરાર આપ્યો છે. તેમણે કહ્યું કે, કમલનાથે લગભગ 45 વર્ષની રાજકીય સફરમાં સારા અને ખરાબ સમયમાં પાર્ટીનો સાથ આપ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી ઇન્દિરા ગાંધી પણ કમલનાથને પોતાનો ત્રીજો પુત્ર માનતા હતા. જીતુ પટવારીએ દાવો કર્યો કે કમલનાથને લઈને જે અટકળો છે એ એકદમ નિરાધાર છે.
તો મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે પણ એવા સમાચારોને લઈને મીડિયા પર સવાલ ઉઠાવ્યા અને તેને પૂરી રીતે નિરાધાર બતાવ્યા. તેમણે કહ્યું કે, 'મારી કાલે રાત્રે કમલનાથ સાથે વાત થઈ છે. તેઓ છિંદવાડામાં છે. જે વ્યક્તિએ પોતાના રાજનીતિક જીવનની શરૂઆત નેહરુ ગાંધી પરિવાર સાથે શરૂ કરી હતી. એ વ્યક્તિ પાસે આપણે કંઇ રીતે આશા રાખી કે તેઓ ઈન્દિરાજીના પરિવારને છોડીને જશે. આપણે એ તો આશા પણ ન રાખવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp