કન્હૈયા પાસે કુલ સંપત્તિ કેટલી છે, જાણો

PC: twitter.com

JNU વિદ્યાર્થી સંગઠનના પૂર્વ પ્રમુખ અને લોકસભા ચૂંટણીમાં બિહારની બેગુસરાય બેઠક પરથી CPIના ઉમેદવાર કન્હૈયા કુમાર ઉમેદવારી પત્ર સાથે આપેલા સોગંદનામામાં કહ્યું છે કે તેમની વાર્ષિક આવક 8.5 લાખ રૂપિયા છે. JNU થી પોતાની રાજકીય ઇનિંગ શરૂ કરનારા કન્હૈયા કુમાર પાસે જો કે પોતાનું ઘર નથી અને ગાડી પણ નથી. રસપ્રદ વાત એ છે કે 8.5 લાખની આવક ઘરાવતા કન્હૈયા કુમાર બેરોજગાર છે. પોતાના લખેલા પુસ્તકો અને લેક્ચર આપીને તેઓ વાર્ષિક 8.5 લાખની કમાણી કરી લે છે.

સોગંદનામામાં કન્હૈયા કુમારે પોતાની પાસે રોકડા 24 હજાર અને બેંકમાં કુલ 3,57,848 રૂપિયા છે. તેમની પાસે કોઇ ખેતીલાયક જમીન નથી. કન્હૈયા કુમાર પાસે એક અચલ સંપત્તિ છે, જે બેગુસરાયના બિહટમાં તેમનું પેતૃક ઘર છે. જો કે આ ઘર પર તેમના ભાઇ-બહેનનો પણ હક છે. સોગંદનામામાં આ ઘરની કિંમત બે લાખ રૂપિયા લખવામાં આવી છે.

કન્હૈયા કુમારે પોતાના પર દેશદ્રોહ, અનાધિકૃત સભા, સરકારી કામમાં અડચણ, ધાર્મિક સદ્ભાવ બગાડવાના પાંચ ગુનાઓ દાખલ થયા છે જે લંબિત છે. બેગુસરાયમાં કન્હૈયા કુમારનો મુખ્ય મુકાબલો કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સામે છે. આ ઉપરાંત અહીં RJDના તનવીર હસન પણ મેદાનમાં છે તેથી આ મુકાબલો ત્રિકોણીય બનવાની સંભાવના છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp