યેદિયુરપ્પાને સરકાર રચવાનું નિમંત્રણ આપતા વજુ વાળા

PC: yeddyurappa

કર્ણાટકના રાજ્યપાલ વજુ વાળાએ બુધવારે સાંજે ભાજપના વિધાનસભા પક્ષના નેતા બીએસ યેદિયુરપ્પાને સરકાર રચવાનું નિમંત્રણ આપ્યું હતું. યેદિયુરપ્પા આવતીકાલે સવારે નવ વાગ્યે મુખ્યમંત્રી પદની શપથ લેશે.

યેદિયુરપ્પાએ પંદર દિવસમાં બહુમતી પુરવાર કરવાની રહેશે. વજુ વાળાએ પંદર દિવસ જેટલો લાંબો સમય આપ્યો છે તેને લઈને પણ કોંગ્રેસે વિરોધ કર્યો છે.

ભાજપના નેતા મુરલીધર રાવે કહ્યું કે ગુરુવારે યેદિયુરપ્પા એકલા જ શપથ લેશે. વિધાનસભામાં બહુમતી સાબિત કર્યા બાદ તેઓ મંત્રી મંડળનું વિસ્તરણ કરશે.

રાજ્યપાલના આમંત્રણ સાથે કર્ણાટકમાં પાછલા 24 કલાકથી ચાલી રહેલી રાજકીય અટકળોનો અંત આવ્યો હતો. કર્ણાટકમાં 12મી મેએ ચૂંટણી યોજાઈ હતી. પંદરમી મેએ પરિણામ જાહેર કરાયા હતા. જેમાં ભાજપ 104 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બન્યો હતો. કોંગ્રેસને 78, જનતા દળ-એસને 38 સીટ મળી હતી. કોંગ્રેસ અને જેડીએસ ગઠબંઘનનો નિર્ણય કર્યો હતો અને સરકાર રચવાનો દાવો કર્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp