જાણો છો નર્મદા ડેમમાં કેટલું સિમેન્ટ વપરાયું?

PC: financialexpress.com

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ગુજરાતની જીવાદોરી એવી સરદાર સરોવર યોજનાને રાષ્‍ટ્રને સમર્પિત કરી હતી. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ જણાવ્‍યું કે કાશ્‍મીરથી કન્‍યાકુમારી અને કંડલાથી કોહિમા તેમજ હિમાલયથી સમુદ્ર સુધી આઠ મીટર પહોળો રસ્‍તો બનાવવામાં આવે એટલું સિમેન્‍ટ ક્રોંક્રિટ સરદાર સરોવર પ્રોજેકટમાં વપરાયું છે. વડાપ્રધાને જણાવ્‍યું કે પશ્ચિમ ભારત પાણી માટે તરસે છે જયારે પૂર્વ ભારતને વિકાસ માટે વિજળી અને ગેસની જરૂરીઆત છે. દેશના સંમુલિત વિકાસ માટે પશ્ચિમને પાણી અને પૂર્વને ગેસ-વીજળી પૂરી પાડી ભારત માતાની બંને ભૂજાઓને સામર્થ્યવાન બનાવવાની કામગીરી કેન્‍દ્ર સરકારે હાથ ધરી છે.

સરદાર સરોવર નર્મદા યોજના સાકાર થતાં ગુજરાતમાં ખેડૂતોનું કલ્‍યાણ થશે એટલું જ નહીં કરોડો લોકોને પીવાનું શુધ્‍ધ પાણી મળી રહેશે. જેને પરિણામે ગુજરાતમાં આર્થિક ક્રાંતિ સર્જાશે એમ વડાપ્રધાનશ્રીએ જણાવ્‍યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp