26th January selfie contest

વાયુનું સંકટ ટળ્યા બાદ, જાણો ખેડૂતોને લઇ શિક્ષણમંત્રીએ શું કહ્યું

PC: dnaindia.com

વાયુ વાવાઝોડાનું સંકટ હવે ગુજરાત પરથી ટળી ગયું છે. જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પણ હજી પણ વાયુની અસર ગુજરાતના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળી રહી છે. દરિયાના પાણી કેટલાક ગામોમાં ફરી વળ્યા છે. તો કેટલીક જગ્યા પર ભારે પવનની સાથે દરિયામાં ઊંચા ઊંચા મોજાં ઉછળી રહ્યા છે. ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ તો ટળ્યું છે. પણ હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બાબતે ગંભીરતા દાખવીને 48 કલાક સુધી તંત્ર દ્વારા હાઈએલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે.

આ બાબતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સોમનાથ મંદિરે દર્શન કરવા આવતા યાત્રીકોને લઇને એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં મેયર, કલેક્ટર, પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ બાબતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના માથેથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. કુદરતી આફત હતી. તે કુદરતના આશીર્વાદથી દૂર થઈ ગઈ છે. એટલે હું મારા અધિકારીઓ સાથે આજે ભગવાનના દર્શનાર્થે જવાનો છું. વાયુથી ભારે વરસાદના કારણે જે પણ ખેડૂતોના ખેતરોને નુકસાન પહોંચ્યું છે, તેમના ખેતરોનો સર્વે કરાવીને નુકસાનનો અંદાજો મેળવીશું અને પછી આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરીશું. વાવાઝોડાના કારણે રાજ્યમાં એક પણ વ્યક્તિની જાનહાની થઈ નથી. કુદરતી આફતની સામે સરકારે તંત્રને સાબદું કર્યું હતું અને સાથે સાથે સ્થળાંતર કરાયેલા તમામ લોકોને સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp