હાર્દિકની રજૂ થનારી આજની ફિલ્મ ‘મંથન’ ગરબડ કરી શકે છે, જાણો શું છે ફિલ્મમાં

PC: khabarchhe.com

ગુજરાત અને દેશના નેતાઓએ પોતાની વાત લોકો સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. જેમા હાર્દિક પટેલનો પણ સમાવેશ થાય છે. જો કે હાર્દિકની ઉંમર, અનુભવ અને આર્થિક વ્યવસ્થના અભાવે હજી અખબારો અને ટેલિવિઝન ચેનલ તેની વાતને આપવું જોઈએ એટલું પ્રાધાન્ય આપતા નથી, પણ તેના વિકલ્પ રૂપા હાર્દિકે લોકો સાથે સંપર્ક જાળવી રાખવા માટે સોશિયલ મીડિયાનો ભરપુર ઉપયોગ કર્યો છે. જેમાં તેણે સોશિયલ મીડિયાના ઉપયોગ અને ખર્ચ કરવામાં માહિર ભાજપના આઈટી સેલને પણ પછડાટ આપી દીધી છે.

હાર્દિકની તમામ સભાઓ અને રેલીઓનું  ફેસબૂક લાઈવ કરવામાં આવે છે, જેણે તમામ નરેન્દ્ર મોદી સહિત તમામ નેતાઓને પાછળ છોડી દીધા છે. જેનો વધુ એક પ્રયોગ તા 8 ડિસેમ્બરના રોજ હાર્દિક પટેલ દ્વારા થઈ રહ્યો છે, હાર્દિકની વાત લોકો સુધી પહોંચવા માટે એક 13 મિનિટની  ડોક્યુમેન્ટરી ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. ‘મંથન’ નામની આ ફિલ્મ ફેસબૂક લાઈવ દ્વારા રાત 9 વાગે રજૂ થશે, હાર્દિકના જીવન આધારીત આ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં હાર્દિકના મનમાં ચાલેલા દ્વંઘ અને આંદોલનની વાતો છે, એવુ માનાવામાં આવે છે કે 13 મિનિટની ફિલ્મ ફેસબૂક લાઈવના તમામ રૅકોર્ડ તોડી નાખશે.

ભાજપના નેતાઓ આ ફેસબૂક લાઈવની આ ફિલ્મને કારણે ચિંતિત છે કારણ 9મીની સવારથી મતદાન શરૂ થવાનું છે. જો તેની એક રાત પહેલા હાર્દિકની આ ફિલ્મ લોકોના મનમાં ‘મંથન’ શરૂ કરાવી દેશે તો તેની સીધી અસર મતદાન ઉપર થઈ શકે તેમ છે, સંભવત આ ફિલ્મને કાયદેસર રોકી શકાય તેમ નથી છતાં ભાજપ કોઈક ઉધામા કરી આ ફિલ્મને રોકવાનો પ્રયાસ કરશે. ભાજપે હાર્દિકની સેક્સ સીડી બહાર પાડી તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો, પણ તેના જવાબ રૂપે આ ફિલ્મ ભાજપને મોંઘી પડી શકે છે.

(પ્રશાંત દયાળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp