હાર્દિક પટેલે વિપક્ષને આપી આ સલાહ

PC: twitter.com/hardikpatel_

કર્ણાટક રાજનીતિ મુદ્દે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ફરીએકવાર ટ્વીટ કરીને કહ્યું હતું કે, BJPએ દેશના લોકતંત્રને પૂરું કરી દીધું છે. તમામ મશીનરી BJPના ઈશારા પર કામ કરે છે અને સાથે જ સ્વતંત્ર કહેવાતી મશીનરી પણ હવે BJPની થઈ ગઈ છે. વિપક્ષ દેશનું લોકતંત્ર બચાવવા માંગતું હોય તો તેમને જનતાની અદાલતમાં પહોંચવું પડશે. જનતા સાથે રસ્તાઓ પર ઉતરવું પડશે, લોકતંત્ર બચાવવું પડશે.

ગુરુવારે પણ હાર્દિકે ટ્વીટ કરીને BJPની ઝાટકણી કાઢી હતી...

કર્ણાટકમાં જે રીતે રાજનીતિ ચાલી રહી છે, તેને જોતા તમામ અન્ય રાજકીય પાર્ટીઓ અને અન્ય લીડરો ખૂલીને BJPની ઝાટકણી કાઢી રહ્યા છે, જેમાં હાર્દિક પટેલ પણ કર્ણાટકમાં જે રાજનીતિ ચાલી રહી છે, તેમાં કૂદી પડ્યો છે. હાર્દિક પટેલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, કર્ણાટકમાં BJPએ જે કર્યું, જો એ કોંગ્રેસે કર્યું હોત તો BJP કર્ણાટકને ક્યારનુંય હિંસાની આગમાં હોમી દેત. આજે મને કોંગ્રેસની ઈમાનદારી અને સંવૈધાનિક વિચારધારા પર ગર્વ છે. કોંગ્રેસને છેતરપિંડી કરતા નથી આવડતું, એટલા માટે તેઓ ચાર રાજ્યોમાં વધારે સીટ હોવા છતા સરકાર ન બનાવી શકી.

તેણે બીજી ટ્વીટમાં ગઈકાલે કહ્યું હતું કે, કર્ણાટકમાં જે થઈ રહ્યું છે, તે દેશ માટે ધાતક છે. નથી સંવિધાન, નથી રાજ્યપાલ, નથી કોર્ટ, નથી જનતાનું મેન્ડેટ. બધાની પોતાની મરજી અને મનમાની, સત્તાની લાલચ, તાનાશાહી ઈરાદો. દેશને પાછળ છોડી રહ્યા છે. બરબાદ કરવામાં લાગ્યા છે મારા હિન્દુસ્તાનને. અંગ્રેજોથી મળી હતી આઝાદી, ચોરમાં આવીને અટક્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp