ભવ્ય રામ મંદિર ઈચ્છે છે ભાજપા, કોંગ્રેસ નાંખી રહી છે રોડા: અમિત શાહ

PC: amarujala.com

ભારતીય જનતા પાર્ટીની બે દિવસ ચાલનાર નેશનલ કાઉન્સિલની બેઠક શરૂ થઈ ગઈ છે. પીએમ મોદી અને અમિત શાહ સહિત પાર્ટીની કેટલાક દિગ્જ નેતાઓ બેઠકમાં ભાગ લઈ રહ્યાં છે. કાર્યક્રમની શરૂઆત કરતાં અમિત શાહે કોંગ્રેસ પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો છે. તેમને કહ્યું કે, ભાજપા ઈચ્છે છે કે, ઝડપીમાં ઝડપી તે સ્થાન ઉપર જ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય અને આમાં કોઈ જ બેમત નથી. અમે પ્રયત્ન કરી રહ્યાં છીએ કે, સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલ કેસની ઝડપીમાં ઝડપી સુનાવણી થાય પરંતુ કોંગ્રેસ આમાં રોડા અટકાવવાનું કામ કરી રહી છે. તેમને કહ્યું કે, અસમમાં સર્વાનંદ સોનોવાલની સરકાર બની અને બનતાની સાથે જ એનઆરસીની શરૂઆત થઈ ગઈ. NRC દેશમાં ઘૂસણખોરી કરનારાઓ પર થપ્પો મારવાની વ્યવસ્થા છે. માત્ર અસમમાં જ 40 લાખ ઘૂસણખોરોની ઓળખાણ કરી લેવામાં આવી છે.

અમિત શાહે જણાવ્યું કે, ગાંધી જી બાદ સ્વચ્છતા એક કોરા નારા સમાન હતી, મોદી જીએ આજે સ્વચ્છતાને દેશનું અભિયાન બનાવ્યું અને આજે દેશ પૂર્ણ રૂપથી સ્વચ્છ બનવા તરફ અગ્રેસર થઈ રહ્યો છે. તેમને કહ્યું કે, દેશની સીમાઓની સુરક્ષાની વ્યવસ્થા કેવી હોવી જોઈએ તેનું આદર્શ મોર્ડલ આજે મોદીજીએ દુનિયા સામે રાખ્યું છે.

શાહે કહ્યું કે, આજે દેશમાં નકસલવાદ અને માઓવાદ લગભગ સમાપ્ત થઈ ગયું છે. 218% આતંકીઓને મારવાની વૃદ્ધિનો આંકડો મોદી સરકારમાં પાર કર્યો છે. મોદી સરકારે પાછલા પાંચ વર્ષોમાં 6 કરોડ ગરીબ માતાઓને ગેસ સિલેન્ડર આપવાનું કામ કર્યું છે. સાથે જ કહ્યું છે કે, સાડા ચાર વર્ષોમાં 9 કરોડ શૌચાલય બનાવીને માતાઓ અને બહેનોને શરમ મુક્ત કરીને સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યો છે.

તેમને કહ્યું કે, 2014 સુધી 60 કરોડ એવા ઘર હતા જેની પાસે પોતાના બેંક એકાઉન્ટ નહતા, પરંતુ મોદીજીએ એક ઝાટકામાં જ આ બધાના એકાઉન્ટ બેંકોમાં ખોલી દીધા. જવાનોને વન રેન્ક વન પેન્શન આપીને નરેન્દ્ર મોદી સરકારે તેમને સન્માનિત આપવાનું કામ કર્યું છે. અમારી સરકારે ગોળીનો જવાબ ગોળીથી આપ્યો છે. મોદી સરકારે દેશની સુરક્ષાને સુનિશ્ચિત કરવાનું કામ કર્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp