એકનાથ શિંદે મુંબઈ જવા રવાના? જાણો શું છે હકીકત

PC: english.jagran.com

મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. બળવો કરનારા શિવસેના અને અપક્ષના ધારાસભ્ય પહેલા સુરતની એક હોટેલમાં રોકાયા અને ત્યારબાદ તેઓ આસામના ગુવાહાટીની એક હોટેલમાં રોકાયા છે. એ દરમિયાન એવા સમાચાર મળી રહ્યા હતા કે, એકનાથ શિંદે મુંબઈ જવા માટે રવાના થઈ ગયા છે, પરંતુ એકનાથ શિંદેએ આ સમાચાર પર કહ્યું કે, તેઓ હાલમાં ગુવાહાટીમાં જ છે અને તેઓ પછી લોકેશન શેર કરી દેશે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે પોતાની વાત પર અડગ નજરે પડી રહ્યા છે. મહારાષ્ટ્ર રાજકીય સંકટ પર તેમણે કહ્યું કે, તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ છે.

એક ન્યૂઝ ચેનલને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં એકનાથ શિંદેએ બળવો કરનારા ધારાસભ્યો પર દબાવ બનાવવાના આરોપનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે, હું છેલ્લા 4 દિવસથી અહીં છું. છતા અમારી સાથે લોકો જોડાઈ રહ્યા છે. શું એ દબાવ છે? તેમણે પોતાની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઉદ્ધવ ઠાકરે ગ્રુપના ટોચના નેતાઓના પ્રયાસોને પણ નકારી દીધા. એકનાથ શિંદેએ કહ્યું કે, તેઓ ડરેલા છે. તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ છે. તેઓ કોને ડરાવી રહ્યા છે? આ લોકતંત્રમાં કામ નહીં કરે. તેમણે પોતાની સાથે શિવસેના અને અન્યના મળીને કુલ 50 કરતા વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે.

આસામ કોંગ્રેસના પ્રમુખ ભૂપેન કુમાર બોરાએ મહારાષ્ટ્રના શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેને પત્ર લખ્યો અને તેમણે રાજ્યના હિતમાં વહેલી તકે આસામ છોડવા કહ્યું હતું. આસામ કોંગ્રેસના અધ્યક્ષ ભૂપેન કુમાર બોરાએ એકનાથ શિંદેને લખેલા પત્રમાં કહ્યું કે, તમારી ઉપસ્થિતિમાં આસામ બદનામ છે કેમ કે, ગુવાહાટીને એ ધારાસભ્યો માટે એક સુરક્ષિત જગ્યા માનવામાં આવી રહી છે. જેમની પાસે સંવિધાનિક મૂલ્યો અને વફાદારીનું જરાય સન્માન નથી.

બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ એકનાથ શિંદે અને 15 અન્ય બળવો કરનારા ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની માગણી કરતા મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષ સમક્ષ અરજી દાખલ કરી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ બુધવારે પાર્ટીના ધારાસભ્ય ગ્રુપની બેઠકમાં સામેલ ન થવા પર આ 16 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાની માગણી કરી છે. તેના જવાબમાં એકનાથ શિંદેએ કહ્યું કે, સંવિધાનની 10મી અનુસૂચિ મુજબ, વિધાનસભાની કાર્યવહી માટે પાર્ટી વ્હીપ જાહેર કરવામાં આવે છે, ન કે પાર્ટી બેઠકમાં ભાગ લેવા માટે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp