મહારાષ્ટ્રની ભાજપ સરકાર હવે ગુજરાતને પાણી નહીં આપે

PC: mid-day.com

ચીન જે રીતે ભારતમાં આવતી નદીઓનું પાણી રોકીને પોતાના દેશ માટે વાપરી રહી છે તેવું હવે મહારાષ્ટ્રની ભાજપ સરકાર ગુજરાત પ્રદેશ માટે કરી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસએ ગુજરાતને સ્પષ્ટ ચેતવણી આપી છે કે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવતી નદીઓના પાણી તેઓ વાળી લેશે. આ પાણી હવે તેઓ ગુજરાતને નહીં આપે. તેમની દલીલ એવી છે કે, અમારા મહારાષ્ટ્રની નદીઓના પાણી ગુજરાતમાં થઈને અરબી સમુદ્રમાં વહી જાય છે. તેથી દમણગંગા, નારપાર, વાઘ જેવી નદીઓના પાણી તેઓ રોકી લેશે અને મહારાષ્ટ્રની નદીઓ ગિરાણા અને ગોદાવરી તરફ વહેવડાવશે. તેમણે આ વાત કહેવા ખાતર કહી નથી પણ તેમણે મહારાષ્ટ્ર વિધાનસભા અને વિધાન પરિષદ આ બન્ને હાઉસમાં કહી છે.

વિરોધ પક્ષ દ્વારા એવો આગ્રહ કરાયો હતો કે, પાણીનું એક ટીપું પણ ગુજરાતને મળવું ન જોઈએ એવો આગ્રહ રાખ્યો હતો. તેના જવાબમાં મુખ્યપ્રધાને આવી ખાતરી આપી હતી. ખેડૂતો મહારાષ્ટ્રમાં આંદોલન કરી રહ્યાં છે. તેના નિવારણ માટે પાંચ પ્રધાનોની સમિતિ બની હતી તેમણે જે અહેવાલ આપ્યો છે તે મુખ્યપ્રધાને વિધાનસભામાં રજૂ કરતી વખતે આ પ્રમાણે જણાવ્યું હતું. ગુજરાતની નદીઓના પાણી રોકવા માટે 22 સપ્ટેમ્બર 2017ના રોજ કરારનો મુસદ્દો કેન્દ્ર સરકારને સુપરત કર્યો છે. તે કરાર મુજબ મહારાષ્ટ્રના હિસ્સાનું પાણી મહારાષ્ટ્રમાં જ રોકી લેવાશે એવી વિગતવાર જાણકારી તેમણે ગૃહને આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp