ઇશારાઓમાં ઘણું બધુ કહી ગયા શિંદે, કહ્યું-અમારી સાથે રાષ્ટ્રીય પાર્ટી છે અને...

PC: indiatoday.in

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે ગુવાહાટીથી શિંદે ગ્રુપનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એકનાથ શિંદે બળવો કરનારા નેતાઓ સાથે વાત કરી રહ્યા છે. આ વીડિયોમાં બળવો કરનારા શિવસેનાના ધારાસભ્યોએ સર્વસહમતિથી એકનાથ શિંદેને પોતાના નેતા પસંદ કર્યા છે. વીડિયોમાં એકનાથ શિંદેએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વખાણ કર્યા છે. તેમણે ધારાસભ્યોને કહ્યું કે, તે (ભાજપ) એક રાષ્ટ્રીય પાર્ટી છે. આપણને તેમનું સમર્થન પ્રાપ્ત છે.

તેમણે મને જણાવ્યું છે કે, મેં જે નિર્ણય લીધો છે તે ઐતિહાસિક છે અને જ્યારે પણ મારે તેમની જરૂરિયાત હશે તેઓ ઉપસ્થિત રહેશે. આપણે એક સેના છીએ અને એકજૂથ રહેવાનું છે. આપણી પાછળ એક મહાશક્તિ છે, જરૂરિયાત પડવા પર એ શક્તિ આપણો સાથ આપશે. તેમણે સર્જીકલ સ્ટ્રાઇકનું ઉદાહરણ આપતા ભાજપના વખાણ પણ કર્યા. એ સિવાય તેમણે બળવો કરનારા ધારાસભ્યોને કહ્યું કે, તેમને એક રાષ્ટ્રીય પાર્ટીનું સમર્થન પ્રાપ્ત છે. ક્યાંય કોઈ કચાશ નહીં રહે.

રાષ્ટ્રીય પાર્ટીએ વાયદો કર્યો છે કે, જ્યાં પણ જરૂરિયાત હશે, તેને પૂરી કરવામાં આવશે. આપણાં સુખ, દુઃખ એક જ છે, જીત આપણી છે. કંઈ પણ થયું તો આપણે એક સાથે છીએ. નેશનલ પાર્ટી મહાશક્તિ છે, તેણે પાકિસ્તાન હલાવી દીધું હતું. તો આ વીડિયો પર શિંદે ગ્રુપના ચીફ વ્હીપ ભરત ગોગવલેએ કહ્યું કે, દેશ માટે ત્યાગની વાત થઈ રહી હતી. અમને એકનાથનો નિર્ણય મંજૂર છે. આ અગાઉ પણ શિંદે ગ્રુપનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં બળવો કરનારા ધારાસભ્ય નજરે પડી રહ્યા હતા.

આ વીડિયોમાં શિંદે ગ્રુપે દાવો કર્યો હતો કે, તેમને 49 ધારાસભ્યોનું સમર્થન મળી ચૂક્યું છે. શિવસેનાના 42 ધારાસભ્ય અને 7 અપક્ષના ઉમેદવાર તેમની સાથે છે. બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની વાત કરીએ તો તેમણે પણ આજે ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. જોકે આ બેઠકમાં માત્ર 13 ધારાસભ્ય જ પહોંચ્યા હતા. નવા વીડિયોમાં એકનાથ શિંદેએ ભાજપનું નામ લીધું નથી. જોકે તેમણે રાષ્ટ્રીય પાર્ટીનો ઉલ્લેખ કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રીય પાર્ટીનું સમર્થન તેમને પ્રાપ્ત છે. હાલમાં આ વીડિયો બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે જલદી જ એકનાથ શિંદે ભાજપ સાથે સરકાર બનાવવાનો દાવો કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp