ટ્વીટર પર PM મોદી અને અમિત શાહે બદલ્યું પોતાનું નામ

PC: dnaindia.com

PM નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે ટ્વીટર પર પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ જોડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શનિવારના રોજ PM નરેન્દ્ર મોદીએ મેં ભી ચોકીદાર કેમ્પેઇનની શરૂઆત કરી હતી.

PM મોદીએ શનિવારે વીડિયો ટ્વીટ કરીને શરૂ કર્યુ હતું ‘મેં ભી ચોકીદાર’ અભિયાન

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે આક્રમક અભિયાન શરૂ કરી દીધું છે. PM મોદીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કરીને ‘ મેં ભી ચોકીદાર’ અભિયાન શરૂ કર્યું હતું. આ વીડિયોમાં કેન્દ્ર સરકારના કામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વીડિયોના અંતમાં 31 માર્ચના રોજ સાંજે 6 વાગ્યે PM મોદી સાથે જોડાવા માટે આહ્વાન આપવામાં આવ્યું છે.

PM મોદીએ ટ્વીટ કર્યું કે ‘તમારો ચોકીદાર ડગ્યા વિના ઉભો છે અને દેશની સેવા કરી રહ્યો છે, પરંતુ અહીં હું એકલો નથી. એ દરેક શખ્સ જે ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક અનિષ્ટો સામે લડે છે તે ચોકીદાર છે. જે પણ દેશના વિકાસ માટે કામ કરે છે તે ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહે છે #MainBhichowkidar‘

વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર 3.45 મિનિટનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સરકારના કામોને દર્શાવવામાં આવ્યા છે. વીડિયોના અંતમાં PM મોદી #MainBhichowkidar અભિયાન સાથે 31 માર્ચ 2019ના રોજ જોડાવા આહ્વાન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp