ચૂંટણી પહેલા BJPએ પોતાના હિસાબે EVMમા કરી હતી પ્રોંગ્રામિંગ: મમતા બેનર્જી

PC: indiatoday.in

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારના રોજ દાવો કર્યો હતો કે, ભાજપે હાલમાં જ પૂરી થયેલી લોકસભા ચૂંટણી દરમિયાન મોટાભાગના EVMમા પહેલાથી જ પોતાના હિસાબે પ્રોગ્રામિંગ કરી હતી. તેમણે તમામ વિપક્ષી દળોને સત્ય ઉજાગર કરવા માટે ટીમ બનાવવાનો અનુરોધ કર્યો હતો.

મમતા બેનર્જીએ કહ્યું હતું કે, અમે કોંગ્રેસને આ વિશે વાત કરી ચૂક્યા છીએ અને જરૂરિયાત પડી તો અમે કોર્ટમાં પણ જઇશું અને આ ચૂંટણી ધાંધલીને પડકાર આપીશું.

તેમણે હેરાની વ્યક્ત કરતા કહ્યું હતું કે, ભાજપના નેતા ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થતા પહેલા જ લગભગ વાસ્તવિક આંકડાઓનું અનુમાન કેવી રીતે લગાવી શકે છે. તે કેવી રીતે કહી શકે કે દેશમાં તેમને 300થી વધુ સીટો મળશે અને બંગાળમાં 23. અંતિમ પરિણામ તેમના આકલનની નજીક જ હતું. બેનર્જીએ એક બાંગ્લા સમાચાર ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં આ દાવો કર્યો હતો. મમતા બેનર્જીએ વામપંથી દળોના સમર્થકોને પણ ભાજપમાં શામેલ થવાથી બચવા માટે કહ્યું હતું.

આ સિવાય મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે, રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ ભાજપના ઇશારા પર રાજ્યમાં ચૂંટણી બાદ થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને ચાર મુખ્ય દળોની બેઠક બોલાવી છે. તૃણમુલ કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, ત્રિપાઠીએ તેમને બેઠકમાં ભાગ લેવા માટે બોલાવ્યા હતા, પરંતુ તેમને ના પાડી દીધી હતી, કારણ કે કાયદો-વ્યવસ્થા રાજ્યનો વિષય છે, રાજ્યપાલનો નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp