26th January selfie contest

સુરતમાં આમ આદમી પાર્ટીની ધમાકેદાર એન્ટ્રીને લઇને જાણો શું કહ્યું મનીષ સિસોદિયાએ

PC: economictimes.indiatimes.com

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીતની શરૂઆત સુરતથી કરી છે. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ વિપક્ષનું સ્થાન મેળવ્યું છે. ત્યારે સુરતમાં AAPની ભવ્ય જીતને લઇને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ લોકોનો ખૂબ-ખૂબ આભાર માન્યો હતો.

દિલ્હીના આમ આદમી પાર્ટીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, હું પહેલા ગુજરાતના લોકોને અને ગુજરાતના મતદાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગુ છું કે, હવે તેમને કોંગ્રેસની જગ્યા પર આમ આદમી પાર્ટીની પાસેથી અપેક્ષા રાખવાનું શરૂ કર્યું છે. જે રીતે સુરતમાં 28 સીટ પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે તે મોટો સંકેત છે કે, ગુજરાત પણ બાકી અન્ય નગરપાલિકાઓમાં પણ લોકો આમ આદમી પાર્ટી પર ભરોષો કરશે. લોકોને ભાજપ પર વિશ્વાસ નથી અને કોંગ્રેસ પસંદ નથી તેથી આમ આદમી પર વિશ્વાસ કરશે. આનું કારણ એ છે કે, અમારા કાર્યકર્તા અને ગોપાલ ઈટાલીયાએ કરેલા કાર્યના કારણે ગુજરાતના મતદાતાઓએ તેમના નામ પર મહોર લગાવી છે. અમારું ગુજરાતમાં ખાતું ખુલ્યું છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે, ગુજરાતના લોકો બદલાવની રાહ જોઈ રહ્યા છે અને કામ કરીશું તો ગુજરાતના લોકો આમ આદમી પાર્ટીને અપનાવશે.

મનીષ સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપથી જે લોકો નારાજ હતા તેઓ ભાજપને હરાવવા માગતા હતા પણ તેમની પાસે અત્યાર સુધીમાં કોઈ વિકલ્પ નહોતો. કોંગ્રેસ સરકારની સામે સરખી રીતે લડતી નહોતી. એટલે હું ખૂદ રોડ-શોમાં ગયો. લોકોએ મને કહ્યું હતું કે, કોંગ્રેસે ક્યારેય આવી રાજનીતિ કરી નથી જે રીતે તમે લોકોના મુદ્દાઓને ઉપાડો છે તે રીતે. આમ આદમી પાર્ટી આ કામ કરી રહી છે. અમારી ટીમ ગુજરાતમાં વધી રહી છે. એટલે આગામી દિવસોમાં જે પણ લોકો ભાજપના હરાવવા માગે છે તેઓ અમારી સાથે આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અન્ય શહેરોમાં પણ ભલે સીટ ન આવી પણ અમે અમને લોકોને મત આપ્યા છે. આમ આદમી પાર્ટી બીજા નંબર આવી છે અને કોંગ્રેસ ત્રીજા નંબર પર રહી છે. ખાસ કરીને ગર્વ લેવા જેવી વાત છે કે અમે બીજા નંબરે રહ્યા છીએ. આ ચૂંટણીમાં હું કહી શકીશ કે, ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના સેટિંગની રાજનીતિ હતી તેનો અંત થઈ ગયો છે. હવે ગુજરાતમાં સેટિંગની રાજનીતિ નહીં ચાલે હવે ગુજરાતમાં માત્ર જનતાના મુદ્દાઓ પર લડાઈ થશે. અમને વિપક્ષની ભૂમિકા મળી છે તો યુવાનેતા ગોપાલ ઈટાલીયા ત્યાંના સ્થાનિક મુદ્દાઓથી પરિચિત છે એટલે તેઓ મુદ્દાને રજૂ કરશે અને લોકોની સમસ્યાનું નિરાકરણ લાવશે.

તેમણે અંતમાં જણાવ્યું હતું કે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અને નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદર્મી પાર્ટીને લોકોનો ખૂબ પ્રેમ મળવાનો છે. સુરતમાં લોકોએ ગજબ કરી નાંખ્યું છે એટલે તેમનો ફરીથી આભાર. આ ઉપરાંત રાજકોટ અને અમદાવાદમાંથી પણ સારો પ્રતિસાદ મળ્યો છે એટલે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકોનો ટેકો મળશે. ભાજપની સામે લોકોનો જે ગુસ્સો છે તેનો અમે એક આધારે બની રહ્યા છીએ. આમ આદમી પાર્ટી લોકોની એક ઉમ્મીદ બની ગઈ છે. કોંગ્રેસ ક્યાય પણ ન હતી પણ હવે આમ આદમી પાર્ટીને જે લોકો ભાજપના હટાવવા માગે છે તે સમર્થન કરશે. હું જ્યારે રોડ-શોમાં ગયો હતો ત્યારે લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતી. સુરતમાં ઐતિહાસિક રોડ શો થયો હતો. ચાર વર્ષ પહેલા અમે સુરતમાં આવ્યા હતા ત્યારે જે માહોલ હતો અને આજે જે માહોલ છે તેમાં જમીન અને આકાશનો ફરક છે. કાર્યકર્તાઓનું મનોબળ ખૂબ જ વધારે છે. જે રાજીનીતી અરવિંદ કેજરીવાલે શરૂ કરી છે તેને ગુજરાતમાં જગ્યા મળી રહી છે. આજે લોકોનું મનોબળ ખૂબ વધ્યું છે. અરવિંદ કેજરીવાલે પણ ગોપાલ ઈટાલીય અને કાર્યકર્તાઓની સાથે વાત કરી છે અને ધન્યાવાદ આપ્યા છે અને તેમણે કહ્યું છે કે, ધાર્યા કરતા ખૂબ સારું પરિણામ મળ્યું છે અને ગુજરાતની જનતાનું ખૂબ જ વધારે સમર્થન મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp