એક્ઝિટ પોલ બાદ માયાવતીએ પોતાના નજીકના નેતાની પાર્ટીમાંથી કરી હકાલપટ્ટી

PC: indiatoday.com

બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતીએ એક્ઝિટ પોલ પરિણામો બાદ મોટું પગલું ભરતા પોતાની પાર્ટીમાંથી પોતાના નજીકના નેતા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. માયાવતીએ ધારાસભ્ય રામવીર ઉપાધ્યાયને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. રામવીર ઉપાધ્યાય પર લોકસભા ચૂંટણીમાં પાર્ટી વિરોધી ગતિવિધિઓને જોતા આ પગલું લેવામાં આવ્યું છે.

BSP મહાસચિવ મેવાલાલ ગૌતમ તરફથી રામવીર ઉપાધ્યાયને લખવામાં આવેલા સસ્પેન્શન પત્રમાં કહેવામાં આવ્યું છે કે, લોકસભા ચૂંટણીમાં રામવીરે આગરા, ફતેહપુર સીકરી અને અલીગઢ લોકસભા સીટો ઉપરાંત અન્ય સીટો પર BSP ઉમેદવોનો વિરોધ કર્યો, રામવીર પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેમણે લોકસભા ચૂંટણીમાં વિરોધી પક્ષોના ઉમેદવારોનું સમર્થન કર્યું. પાર્ટીએ આને અનુશાસનહીનતા માનતા તાત્કાલિક પ્રભાવથી રામવીરને પાર્ટીમાંથી કાઢી મુક્યા છે.

BSPએ રામવીરને પાર્ટીના મુખ્ય સચેતકના પદ પરથી પણ દૂર કર્યા છે અને કહ્યું છે કે, તે ભવિષ્યમાં પાર્ટીના કોઈપણ કાર્યક્રમમાં ભાગ નહીં લેશે અને ન તેમને બોલાવવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp