રાજકોટના મહિલા મોરચાના પૂર્વ મહામંત્રી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ, આ છે કારણ

PC: facebook.com

રાજકોટ શહેર કોંગ્રેસના મહિલા મોરચાના પૂર્વ મહામંત્રી મીતલ ગડારાને કોંગ્રેસ દ્વારા 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહિલા મોરચાના પૂર્વ મહામંત્રી મીતલ ગડારાએ તેમને ફેસબૂક અકાઉન્ટ પર હેમાંગ વસાવડા વિષે નિમ્ન કક્ષાના શબ્દો વાપરીને એક પોસ્ટ અપલોડ કરી હતી. જેના કારણે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર દ્વારા મીતલ ગડારા સામે કાર્યવાહી કરીને તેને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

મહિલા મોરચાના પૂર્વ મહામંત્રી મીતલ ગડારાએ ફેસબૂકમાં કરેલી પોસ્ટમાં લખ્યું હતુ કે, 'હેમાંગ વસાવડા મહિલા મોરચાની કામગીરી છોડી પુરુષ કાર્યકરને શોભે તે રીતે રાજકારણ કર, સતત મહિલાઓથી પોતાનું રાજકારણ ટકાવી રાખનાર હેમાંગ વસાવડા તારું બંધ કરી દે હવે નહીંતર તને ખુલ્લો પાડી દઈશ. મહિલાઓને સસ્પેન્ડ કરાવે છે, સસ્પેન્ડ તને કરવાની જરૂર છે. તારી મરજી મુજબ મહિલાઓને પોસ્ટ વિતરણ થાય, તારી મરજી મુજબ મહિલાઓને નિષ્ક્રિય કરાવે. તારા દોરી સંચારથી મહિલા પ્રમુખ ચાલે. તને ગમે એ પ્રમુખ બને, તું ધારે એમને મહિલા પ્રમુખ બનાવે, હલકા મારી કમ્પ્લેન કરજે આ પોસ્ટ બાબતે.'

મીતલ ગડારાએ બીજી પોસ્ટમાં લખ્યું હતું કે, 'વોટ્સએપ ગ્રુપમાં મેસેજ ફેરવવાથી હાથી નથી બની શકાતું. હેમાંગ વસાવડા એક્શન લે પછી ખબર પડે હાથી છે કે, કીડી.'

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે મીતલ ગડારાને સસ્પેન્ડ કરવાનું કારણ દર્શાવ્યું હતું કે, મીતલ ગડારા દ્વારા ફેસબૂક પર મીતલ ગડારા નામની એક IDમાંથી ફેસબૂક સોશિયલ મીડિયા મારફતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ ઉપપ્રમુખ અને રાજકોટ શહેર કોંગેસ પૂર્વ પ્રમુખ ડૉ. હેમાંગ વસાવડા તેમજ કોંગ્રેસ પક્ષની છબી ખરડાઈ તેવી પોસ્ટ આપના દ્વારા મૂકવામાં આવેલી છે. જેમાં આપના દ્વારા એક સ્ત્રીને ન શોભે તેવા નિમ્ન કક્ષાના શબ્દોનો ઉપયોગ કરેલો છે. તેથી તમને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ તરીકે હું તાત્કાલિક અસરથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય ઉપરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરું છું.

તેમજ તમે તમારી ફેસબુક ID અને અન્ય સોશિયલ મીડિયા પર કોંગ્રેસ પક્ષના સિમ્બોલનો ઉપયોગ કરી રહ્યા છો, તેને તાત્કાલિક હટાવી લેશો. જો ત્રણ દિવસના સમયમાં કોંગ્રેસ પક્ષનો સિમ્બોલ હટાવી લેવામાં નહીં આવે તો આપના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp