સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુની ટીપ્પણીને લઇ જિગ્નેશ મેવાણીએ જાણો શું કહ્યું

PC: youtube.com

સ્વામિનારાયણ સંપ્રદાયના એક પછી એક સંતના વિવાદિત નિવેદનો આપતા વીડિયો સામે આવી રહ્યા છે. હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વિશ્વવલ્લભદાસનો જાતી વાચક શબ્દનો ઉચ્ચાર કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, આ વીડિયોને લઇને દલિત સમાજમાં રોષની લાગણી જોવા મળી છે. જેના કારણે દલિત સમાજના લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો વિરોધ કરી રહ્યા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વિશ્વવલ્લભદાસે વીડિયોમાં કહી રહ્યા છે કે,' ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે, રાજાનો કુંવર ચાલ્યો આવતો હોય, (સફાઇર્મી)ના છોકરાથી સામું જોવાઈ નહીં. એમ સ્વામી કહે કે, આપણે તો સ્વામિનારાયણ ભગવાનના છોકરા માયા તો (સફાઇકર્મી) છોકરાની જગ્યાએ એનાથી આપણી સામું જોવાય આપણે તો રાજાના કુંવર છીએ'.

આ સમગ્ર મામલે અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, સ્વામી વિશ્વવલ્લભદાસે અનુસુચિત જાતી પર કરેલી અપનામ જનક અને જાતીવાદી ટીપ્પણી મુદ્દે અલગ અલગ જગ્યાઓ પર ફરિયાદ કરવા અરજીઓ આપેલી હોવા છતાં પણ ગુજરાત પોલીસે દ્બારા અત્યાર સુધી FIR દાખલ કરવામાં આવી નથી. આ બાબતે મેં ધારાસભ્ય અને અનુસુચિત જાતીના વ્યક્તિ તરીકે ગુજરાતના GDP શિવાનંદ ઝા અને એડીશનલ DGP SC/ST સેલને અરજી આપી હતી. આ અપમાનજનક ટીપ્પણીને લઇને તાત્કાલિક ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો આવનારા 48 કલાકમાં આંદોલનનો કોલ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સ્વામી વિશ્વવલ્લભદાસે જાતી વાચક શબ્દ ઉચ્ચારતો વીડિયો વાયરલ થતા ગુજરાતના દલિત સમાજના લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. દલિત સમાજના લોકોએ અલગ-અલગ શહેરના પોલીસ કમિશનરને એક અરજી આપીને સ્વામી વિશ્વવલ્લભદાસ સામે ફરિયાદ નોંધાવાની માંગણી કરી હતી. હવે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ ફરિયાદ ન નોંધાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તો હવે જોવાનું એ રહે છે કે, પોલીસ દ્વારા સ્વામી વિશ્વવલ્લભદાસ સામે ફરિયાદ નોંધવામાં આવે છે કે, નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp