26th January selfie contest

Video: 4 લોકો જાહેરમાં ભેગા થઇ જાય તો હાહાકાર, પણ સાંસદ હજારો ભેગા કરે તો કઇ નહિ

PC: ndtvimg.com

મધ્ય પ્રદેશમાં 27 સીટો પર પેટા ચૂંટણી માટે સત્તાધારી પાર્ટી BJP ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. પોતે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ મેદાનમાં ઉતરી ચૂક્યા છે. ચૂંટણી સભાઓ અને રેલીઓમાં રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઉત્સાહિત થઈને ભાગ લઈ રહ્યા છે. શનિવારે મુરેનામાં 73 કરોડના કાર્યોનું ભૂમિ પૂજન અને લગભગ 194 કરોડના કાર્યોનો લોકાર્પણ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રિય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે સાથે રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ ભાગ લીધો હતો.

કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને સિંધિયા, જોરા પહોંચ્યા હતા. ત્યાં પણ લગભગ 34 કરોડના કાર્યોનું ભૂમિપૂજન અને 8 કરોડના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહી કોંગ્રેસે કાળા વાવટા દેખાડવાના પ્રયત્નો કર્યા હતા. પોતે પણ ભારે ભીડમાં પ્રોટોકોલ તોડતા નજરે પડ્યા હતા. આ દરમિયન સિંધિયાની ગાડીને લઈને વિવાદ પણ થયો હતો. કેમકે, તેઓ MP 03 સિરીઝની ગાડીમાં બેઠા હતા. તેનો ઉપયોગ રાજ્યમાં પોલીસની ગાડીઓમાં થાય છે.

તો પેટાચૂંટણીને ધ્યાનમાં લઈને કોંગ્રેસના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે આગર-માલવા જીલ્લામાં સ્થિત પ્રસિદ્ધ બગલામુખી દેવી માતાના મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર કર્યો હતો. બે દિવસ પહેલા કોંગ્રેસે 15 સીટો પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે આ નામોને મંજૂરી આપી હતી. સાંવેર સીટથી કોંગ્રેસે પ્રેમચંદ ગુડ્ડુને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ સંભવતઃ શિવરાજના કેબિનેટ સભ્ય તુલસી સીલાવટ વિરુદ્ધ મોરચો સંભાળશે.

જ્યોતિરાદિત્ય સિંધિયાના પ્રચાર પ્રસારના ફોટા શેર કરતાં મધ્ય પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રવક્તા કેકે મિશ્રાએ ટ્વિટ કરીને લખ્યું કે, ‘શ્રીઅંત જ્યોતિરાદિત્ય સિંધિયા જી, તમે પ્રદેશના GDP, ADG છો. IG છો કે DIG, ડબરામાં કયા અધિકારથી મધ્ય પ્રદેશ પોલીસના વાહનમાં જનસંપર્ક કરી રહ્યા છો? ક્યાં જાય છે, તમારું શિક્ષણ તો વિદેશમાં થયું છે?? વિદેશોમાં શિક્ષણ મેળવનારા જ્યોતિરાદિત્ય સિંધિયા આખરે કયા અધિકારથી મધ્ય પ્રદેશ પોલીસની ગાડીમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છો?’ ઉલ્લેખનીય છે કે કોઈ પણ રાજ્યની ગાડીને જનસંપર્ક કાર્યક્રમોમાં ઉપયોગ નહીં કરી શકાય. પરંતુ કોંગ્રેસે જ્યોતિરાદિત્ય સિંધિયાના મધ્ય પ્રદેશ પોલીસની ગાડીમાં પ્રચાર કરવાના ફોટા શેર કરીને આરોપ લગાવ્યો છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાનો આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તેમની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢવામાં આવી હતી. લોકો બોલ્યા હતા 4 લોકો ભેગા થઇ જાય તો તંત્ર હાહાકાર મચાવી દે છે. સાંસદ હજારોની ભીડ એકઠી કરે  અને કોઇ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરે તો પણ કોઇ કઇ કરતું નથી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp