કોંગ્રેસ કહે- CMએ પેશાબ કાંડના પીડિતની જગ્યાએ બીજા વ્યક્તિના ધોયા પગ? જાણો હકીકત

PC: aajtak.in

મધ્ય પ્રદેશમાં સીધી જિલ્લામાં થયેલા પેશાબ કાંડને લઈને રાજકારણ થોભતું નજરે પડી રહ્યું નથી. મુખ્યમંત્રી શિવરાજે પીડિત દશમત રાવતના પગ ધોઈને ડેમેજ કંટ્રોલ કર્યું, પરંતુ હવે ‘અસલી અને નકલી પીડિત’ને લઈને વાદ-વિવાદ શરૂ થઈ ગયો છે. વિપક્ષથી લઈને સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે પીડિતની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને મુખ્યમંત્રીને મળાવવા લઈ જવાયો. આ દાવો દશમત રાવતની ઊંચાઈ-બાંધો, ચહેરો અને તેની ભાવ-ભંગિમાઓના આધાર પર કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ રાજ્ય સરકારે આ અફવાનું ખંડન કર્યું છે.

મધ્ય પ્રદેશ કોંગ્રેસે એક ટ્વીટના માધ્યમથી દાવો કર્યો કે, ‘સીધી પેશાબ કાંડમાં મોટો ખુલાસો, શિવરાજે કોઈ બીજાના પગ ધોવાનું નાટક કર્યું, અસલી પીડિત ગુમ છે કે શું? શિવરાજજી. એટલું મોટું ષડયંત્ર? મધ્ય પ્રદેશ તમને માફ નહીં કરે.' જો કે એ પહેલા જ સોશિયલ મીડિયા યુઝર્સ જાત જાતની વાતોથી પીડિત અસલી અને નકલી હોવાનો દાવો કરી રહ્યા હતા. એક વ્યક્તિએ લખ્યું કે, મારા હિસાબે મધ્ય પ્રદેશમાં આરોપી પ્રવેશ શુક્લાએ જે આદિવાસી છોકરા પર પેશાબ કર્યો હતો તે અને દશમત રાવતની ઘણી સમાનતાઓ છે.

પેશાબ કાંડવાળા પીડિતની ઉંમર 16-17થી વધુ લાગી રહી નથી, જ્યારે જેના પગ ધોવામાં આવ્યા તે દશમત રાવતની ઉંમર 35-38 વર્ષ લાગી રહી છે. વાયરલ વીડિયોમાં છોકરાના વાળ કાળા, ઘટ્ટ અને ઘૂંઘરાળા હતા. પીડિત માનસિક વિકલાંગ લાગી રહ્યો હતો, જ્યારે દશમત રાવતના વાળ સફેદ અને માનસિક સ્વસ્થ પણ છે. આ બાબતને લઈને સીધીના પોલીસ અધિક્ષક (SP) રવીન્દ્ર કુમાર વર્માએ જણાવ્યું કે, કૂબરી ગામમાં થયેલી અપમાનજનક ઘટનાના પીડિત એટલે કે દશમત રાવતને જ મુખ્યમંત્રી આવસમાં લઈ જઈને સન્માન અપાવવામાં આવ્યું હતું. મતલબ સોશિયલ મીડિયામાં ચાલી રહેલી આ અફવાઓનું ખંડન કરતા SPએ પૂર્ણવિરામ લગાવી દીધો. જિલ્લા કલેક્ટર સાકેત માલવીયએ પણ તેનું ખંડન કર્યું જેમાં કહેવામાં આવ્યું હતું કે જેના પગ ધોવામાં આવ્યા તે દશમત રાવત નહોતો.

એટલું જ નહીં, પોતે પીડિત દશમત રાવતે જ પુષ્ટિ કરી દીધી. તે મુજબ, આ ઘટના વર્ષ 2020ની છે. હું દારૂના નશામાં હતો. મને કંઈ પણ સમજ પડી રહી નહોતી. મેં એ પણ ન જોયું કે મારા પર પેશાબ કરનાર વ્યક્તિ કોણ છે? જ્યારે આ વીડિયો વાયરલ થયો તો મને પોલીસ સ્ટેશન અને પછી કલેક્ટર સાહેબ પાસે લઈ જવામાં આવ્યો. જ્યાં હું વારંવાર ખોટું બોલ્યો કે વીડિયોમાં દેખાતો વ્યક્તિ હું નથી, પરંતુ જ્યારે આરોપી પ્રવેશ શુક્લાએ પતે ગુનો કબૂલ્યો તો મને વિશ્વાસ થયો.

હેરાનીની વાત એ છે કે કોંગ્રેસ આ બાબતે ‘અસલી અને નકલી’ પીડિતને લઈને સવાલ ઉઠાવી રહી છે, પરંતુ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સીધી જિલ્લાના સિહાવલ વિધાનસભા ક્ષેત્રથી કોંગ્રેસના ધારાસભ્ય કામલેશ્વર પટેલ પોતે આ પીડિત એટલે કે દશમત રાવતના ગામ કૂબારી ગયા હતા અને ન્યાયની માગને લઈને તેના ઘર બહાર અનિશ્ચિતકલીક ધારણા શરૂ કરેલા. આ આખા રાજકીય હોબાળાની શરૂઆત એક વાયરલ વીડિયોથી થઈ. 4 જુલાઈની આસપાસ આ વીડિયો વાયરલ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp